બરડા ડુંગર મધ્યે આવેલા સોનકંસારીના મોટાભાગના ડેરા જર્જરીત

  • October 30, 2020 02:22 PM 244 views

પોરબંદરથી 4પ કી.મી. દુર બરડા ડુંગરની ગોદમાં આવેલ ઐતિહાસિક ઘુમલી નગરીના  ઉપરના ભાગે આશાપુરાના મંદિરથી અંતરિયાળ વિસ્તારમાં આવેલા ડુંગરો વચ્ચેના ઐતિહાસિક સોનકંસારીના ડેરા તરીકે ઓળખાતા મંદિરોના સમુહની જાળવણીમાં  પુરાતત્વખાતુ અને રાજ્ય સરકાર ઉણા ઉતરતા 13 મંદિરોમાંથી માંડ 6 મંદિર બચ્યા છે અને તેની દિવાલો પણ જર્જરીત છે તો તમામ મંદિરોની આજુબાજુમાં તથા અંદર ઝાડી-ઝાંખરાનું જંગલ ઉગી નિક્ળ્યું હોય અહીંયા આવતા પ્રવાસીઓ પણ સરકારની નિતિ સામે આશ્ર્ચર્ય સાથે રોષ ઠાલવતા જોવા મળ્યા હતા.

  • સોનકંસારીના ડેરાનો ભવ્ય ઈતિહાસ

સોનકંસારીના આ ડેરાનો ભવ્યાતિભવ્‌ય ઇતિહાસ છે. જાણિતા પુરાતત્વવિદ અને લેખક નરોતમ પલાણ જણાવે છે કે, ગુજરાતના મંદિર સ્થાપત્યોના ગ્રુપમાં આ સોનકંસારીના ડેરાનો મંદિરસમુહ અનન્‌ય છે અને તેની કોતરણી દુર્લભ છે. ‘સુવર્ણકાંસાર’માંથી સોનકંસારી નામ પડયું હોવાનું જણાવી નરોતમભાઇએ વધુમાં ઉમેર્યુ હતું કે, 9 મી સદીથી 14મી સદી વચ્ચે બંધાયેલા આ મંદિરો સાથે સોનકંસારી નામની યુવતિ સતિ થઇ ગઇ તેની કથા પણ મોજુદ છે. સોનકંસારી મંદિર સમુહમાં પ્રાચીન ગણાતુ એક નંબરનું મંદિર શક્તિ મંદિર મનાય છે. આ મંદિરોના સમુહની વિશિષ્ટતા એ છે કે, તેમા અલગ-અલગ શૈલીની કોતરણીના નમુના છે. પહેલા નંબરના મંદિરના પ્રવેશના ડાબા હાથે ગોવર્ધન પાળીઓ તથા સૌથી જુનુ મનાતુ 9મી સદીનું વિષ્ણુ મંદિર પણ અહીંયા જોવા મળે છે. ‘સોનકંસારી ટેમ્પલ ગ્રુપ’ તરીકે પુરાતત્વ ખાતુ ઓળખે છે તેવા આ મંદિર સમુહની આજુબાજુમાં પ્રાકૃતિક સૌંદર્ય અને ડુંગરોમાંથી વહેતા ઝરણા સોનકંસારીના ડેરા પાસે તળાવમાં ખળખળ વહેતા એકઠા થાય ત્યારે નયન રમ્ય દ્રશ્ય સર્જાય છે. નાના-મોટા 13 મંદિરોમાંથી અત્યારે હવે માંડ છ મંદિરો સાજા રહ્યા છે અને તેમાં પણ દિવાલોમાં તિરાડો જોવા મળી રહી છે.

 

  • ઐતિહાસીક અને કલાત્મક કોતરણી

બે-બે, પાંચ-પાંચ વર્ષના અંતરે નિમર્ણિ પામેલા આ મહાન મંદિરોનો એક સાથે વિચાર કરો તો જણાશે કે અગિયારમી અને બારમી સદી, શિલ્પ સ્થાપત્યની મહાન સદીઓ છે! શિલ્પીઓના ટાંકણાં દિવસ કે રાતનો વિચાર કયર્િ વિના સતત કાર્યરત છે. જમીન મપાય છે, પાયા ખોદાય છે, પથ્થરોની હેરફેર અને મંદિર મૂર્તિના પમાં ધર્મની તથા કલાની એક આગવી સાધના થઇ રહી છે! કમળ ફૂલની વિશાળ પાખંડીઓના પમાં ઘડાયેલા પથ્થરોની પીઠો બંધાઇ રહી છે, એની ઉપર મંડોવરોની શિલ્પ ખચિત માંડણી અને ગર્ભગૃહોની ઉંચાઇ કરતા બમણી ઉંચાઇનું શિખર, જુદા-જુદા કલાકારો દ્વારા જુદી-જુદી શૈલીથી સર્જન પામી રહેલ છે. ભારતના બીજા પ્રદેશોની તુલનામાં, સૌરાષ્ટ્રના મંદિરોમાં એક નવી કલા શૈલીનો ઉદય આ સમય દરમિયાન થઇ રહ્યો છે. મૈત્રક અને સૈંધવ મંદિરોએ પોતાના અંગોપાંગમાં નવા પ્રાણપૂયર્િ છે, નવો વિસ્તાર સાધ્યો છે. મૂર્તિવિધાન વૈવિધ્યપૂર્ણ બન્યું છે, દેવી-દેવતાના આયુધો અને અલંકારોમાં વધારો થયો છે. કોઇ શિલ્પી સન્નમુખ દર્શનવાળી પ્રતિમા ઘડે છે તો કોઇ બાજુ દર્શન તો કોઇ વળી પાર્શ્ર્વદર્શન પ્રસ્તુત કરે છે! એકીસાથે કેટલા કલાકારો! કેટલા કારીગરો અને કેવા વૈવિધ્યપૂર્ણ દેવીદેવતા! શૈવ શાકત સૂર્ય વિષ્ણુ જૈન-મધ્યકાળ જાણે શિલ્પકલાની એક મહાન હિલચાલનો કાળ છે! ધર્મ અને કલાની  આવી સંયુકત આરાધના, દરિયા કીનારાની માંડીને છેક પર્વતની ટોચ સુધી, સૌરાષ્ટ્ર-કચ્છ તળગુજરાતના ખૂણેખૂણામાં મંડાયેલ અનુભવી શકાય છે. મિસરના પિરામીડોથી સહેજ પણ નાનો નહીં એવો આ પુષાર્થ છે.

  • સોકંસારી મંદિરી વિશેષતાઓ

બરડા ડુંગરી મઘ્ય આવેલ મેત્રકકાલી મંિેદરી ભવ્યતા અદભુત છે.મંદિર-1 મૈત્રકકાલી છે જેમા ૂર્વિભિમુખ મંદિર ગવાક્ષો અે કણકુટ સોુ ાંચ સ્તરિય શંકુ આકારુ શિખર ધરાવે છે હવે લગભગ ષ્ટ ઇ ગયેલા મંડ અે પ્રદક્ષિણો થ્રી જાળીવાળી બારીઓ હતી.બાજુી અે ાછલી દીવાલોી મઘ્યમાં ઉર કરાવાળા મોટા ગવાક્ષો છે.ઉતરી દિવાલમાં સુરેખ મકર-તોરણ છે,અે ઉર અે ીચેા ગવાક્ષોમાં સમૃદ્ધિા દેવ કુબેર છે તો મંદિર-3 સૈંધવકાલી સ્મારક છે.જેમા શિખર અે કર્ણકુટ સોુ માત્ર ગર્ભગૃહ વિધમા છે એવુ આ 9મી સદીી મઘ્યમાં બેલુ સૈંધવકાલી મંિેદર છે.મંિેદરી ીઠ રી અે મંડોવર સોો મંડ અે રસાળ હોવાુ સુચિત ાય છે.બહારી દિવાલોી વચોવચ ગવાક્ષ,ઉર છારા અે બેઠક સોી ઝખા જેવી રચા અે માળે દંતાવલિ અે અલંકૃત કરા,એ આ મંદિરી ોધાત્ર લાક્ષણિકતા છે. આરબોની સિંધમાં ઘૂસણખોરીયા ભાગેલા સૈંધવો મૈત્રકોના આશ્રિત બન્યા. એમણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 8 મી સદીના આરંભથી 9 મી સદીના અંત સુધી શાસન કર્યુ.


રાજ્ય સરકાર આવા પ્રાચિ સ્મારકોી જાળવણી કરવા માટે કયારેય ગંભીર બી ી. પ્રવાસીઓ એવુ ણ અહીયા આવીે જણાવે છે કે આ પ્રકારા મંદિર સમુહો સૌરાષ્ટ્રમાં ડુંગર મઘ્યે હોયતો એકમાત્ર અહીયા જ છે તેી આવા સ્મારકી જાળવણી અે વિકાસ માટે ણ  સરકારે ગંભીર બવુ જોઇએ. આમ, પોરબંદર નજીકના ઘુમલી ગામે પર્વત મધ્યે આવેલ સોનકંસારીના ડેરાના પ્રાકૃતિક સૌંદર્યની ફાટફાટ થતી જગ્યાની આજુબાજુ અને સ્મારકની જાળવણીમાં તંત્ર ઉણુ ઉતર્યુ હોવાથી રાજય સરકારે આ મુદ્દે ગંભીર બનવું જરી બન્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application