મજબૂત અને સુંદર વાળ માટે આ તેલથી કરો હેર મસાજ....

  • March 18, 2021 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મજબૂત અને લાંબા વાળ માટે ઘણી કાળજી રાખવી પડતી હોય છે. વાળની કાળજી માટે સૌથી મહત્વનું હોય છે, વાળને ઓઇલ અથવા તો મસાજ કરવું. જો કે આજે મોટા ભાગની યુવતીઓ અને મહિલાઓ પાસે આ માટે સમયનો અભાવ જોવા મળે છે. જ્યારે વાળને પોષણ આપવા માટે હેર ઓઈલ કરવું ખૂબ જરૂરી હોય છે. 

 


હેર ઓઇલ કરવાથી વાળને પોષણ મળે છે તો સાથે જ વાળ તૂટવાનું પ્રમાણ પણ ઘટે છે. માથામાં બ્લડ સર્ક્યુલેશન વધે છે, હેર ટિશ્યુ મજબૂત થાય છે અને વાળ સુંદર અને ચમકદાર દેખાય છે. જો તમે પણ તમારા વાળને મજબૂત અને સુંદર બનાવવા માંગો છો, તો તમે પણ તમારા હેર કેર રૂટીનમાં હિર ઓઈલનો સમાવેશ કરો. આમ કરવાથી તમને થોડા જ સમયમાં ફરક દેખાશે. હેર ઓઈલ કરવાથી સ્ટ્રેસ દૂર થાય છે તો વાળ પણ સ્વસ્થ બને છે. અમુક ખાસ તેલનો ઉપયોગ કરવાથી વાળનો ગ્રોથ વધે છે અને વાળ મજબૂત બને છે. 

 


 
એરંડાનું તેલ (કેસ્ટર ઓઈલ) : 


એરંડાના તેલમાં વિટામિન ઈ, પ્રોટીન અને બીજા અનેક મિનરલ્સ આવેલા હોય છે જે વાળ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એરંડાના તેલથી મસાજ કરવાથી વાળ તૂટતા નથી અને વાળ મજબૂત બને છે. તેના નિયમિત ઉપયોગથી વાળમાં ચમક પણ આવે છે. તેના સિવાય એરંડાના તેલમાં એન્ટી માઈક્રોબિયલ ગુણ પણ મળી આવે છે. જેનાથી વાળમાં ડેન્ડ્રફની સમસ્યા નથી હતી. સપ્તાહમાં ત્રણ વખત એરંડાના તેલથી મસાજ કરવાથી ફાયદો જણાશે. તમારા ફિંગર ટિપ્સથી સ્કેલ્પ પર તેલથી મસાજ કરવું. તે વાળમાં સારા મોઇશ્ચ્યુરાઇઝરની ગરજ સારે છે. 

 

 


નારિયેળનું તેલ : 


નાળિયેરનું તેલ સ્કીનની સાથે વાળ માટે પણ લાભદાયી હોય છે. નાળિયેરના તેલમાં એસેન્શિયલ ફેટી એસિડ આવેલું હોય છે. જે વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેનાથી વાળમાં ચમક પણ વધે છે. તેમાં એન્ટી ફંગલ, એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે. જે સ્કેલ્પમાંથી ગંદકી હટાવીને વાળની સમસ્યાને દૂર કરે છે. નારિયેળમાં અનેક પ્રકારના વિટામીન્સ પણ મળી આવે છે જે વાળને મજબૂત અને ઘટ્ટ બનાવે છે. નાળિયેર તેલ એક કુદરતી હેર કંડીશનરનું કામ કરે છે. 

 

 

એવાકાડો ઓઈલ : 


વાળને મજબૂત બનાવવા માટે તમે નિયમિત રીતે એવાકાડો ઓઈલનો પણ ઉપયોગ કરી શકો છો. એવાકાડો ઓઈલમાં વિટામીન એ, વિટામીન એ-ડી, વિટામીન બી1-બી2 મળી આવે છે. આ સાથે જ તેમાં બિટા કેરાટીન પણ ભરપૂર માત્રામાં મળી આવે છે. જે વાળના ગ્રોથ માટે સારું માનવામાં આવે છે. એવાકાડો એન્ટિઓક્સિડેન્ટ, એન્ટીહાઈપરટેન્સિવ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. આ તેલના ઉપયોગથી વાળને યુવી કિરણો સામે રક્ષણ મળે છે. વાળનો ગ્રોથ વધારવા, વાળની ચમક વધારવા, વાળને ઘટ્ટ કરવા અને મજબૂત બનાવવા માટે તમે આ તેલનો ઉપયોગ કરી શકો છો.

 

 

બદામનું તેલ : 


બદામનું તેલ સ્કિન અને વાળ માટે ઘણું ફાયદાકારક હોય છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન ઈ, ફેટી એસિડ મળી આવે છે. જે વાળને મોશ્ચ્યુરાઈઝ કરવામાં મદદ કરે છે. જેને લીધે વાળ ડ્રાય થતાં નથી. બદામ તેલથી ઓઈલીંગ કરવાથી વાળને પૂરતું પોષણ મળી રહે છે, જેને લીધે વાળ લાંબા અને મજબૂત બને છે. બદામનું તેલ એમોલિએન્ટની જેમ કામ કરે છે. જે ડેન્ડ્રફની સમસ્યા દૂર કરે છે. બદામના તેલથી સ્કેલ્પમાં રહેલી ગંદકી દૂર થાય છે.


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS