‘મોસાળે જમણ’ વાળી વાત માત્ર ચૂંટણી પ્રચાર: ગુજરાતને વેચાણ વેરાના 13722 કરોડ કેન્દ્ર સરકાર નથી દેતી

  • March 08, 2021 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બજેટની આંકડાકિય માહિતીમાં ખુલવા પામેલી ચોંકાવનારી વિગત

કેન્દ્ર સરકારના ગુણગાન ગાતી રાજ્ય સરકાર વારંવાર નરેન્દ્ર મોદી સરકારને મોસાળે જમણ અને મા પીરસનાર ત્યારે ગુજરાતની જનતા માટે કરોડોના પ્રોજેક્ટ આપી રહ્યા છે. પરંતુ કેન્દ્રીય વેચાણવેરા ની મસમોટી રકમ ચૂકવવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ રહી હોવાનું બજેટની આંકડાકીય માહિતીઓ માંથી બહાર આવ્યુ છે.

 


ગુજરાત સરકારે માર્ચ 2020 ના અંતે વિવિધ કરવેરા પેટે રૂ.51519.41 કરોડ વસૂલવા ના બાકી હોવાનું બજેટમાં દશર્વ્યિું છે. આમાં વિવાદિત વેરાની રકમ 24979.74 કરોડ અને બિનવિવાદિત વેરાની રકમ 29539.74 કરોડ છે. આમાં વેટ કેન્દ્રીય વેચાણવેરો ,સ્ટેમ્પ ડયુટી નોંધણી ફી ,મોટર્સ સિપરીટ કર ઈલેક્ટ્રીક ડ્યુટી રાજ્ય આબકારી, મોટર વાહન કર સામેલ થાય છે .માર્ચ 2019 ના અંતે કુલ બાકી વસૂલવાની રકમ 42932.59 કરોડ હતી એટલે કે 2019-20 ના એક વર્ષમાં રૂ 8586.82 કરોડની નવી બાકી વસૂલવાની ઊભી થાય છે. ફુલ વસૂલાતની બાકીરકમ છે તેમાં સૌથી વધુ નાણાં કેન્દ્ર સરકાર પાસે કેન્દ્રીય વેચાણવેરા પેટે વસૂલવાના થાય છે જેની રકમ 13721.92 કરોડ થવા જાય છે.

 


વિધાનસભામાં રજૂ થયેલા આંકડા મુજબ સ્ટેમ્પ ડ્યુટી પેટે 243 કરોડ,મોટર સ્પીરીટ કર પેટે 491 કરોડ, સેસપેક 2.64 કરોડ, વાહનકર પેટે 213 કરોડ ઈલેક્ટ્રીક ડ્યુટી પેટે 161 કરોડ અને અન્ય કરવેરા પેટે 32107 કરોડ બાકી લેણાં સરકારના ચોપડે બોલી રહ્યા છે. રાજ્યસરકારે બજેટમાં રજૂ કરેલા આંકડા મુજબ જે વસૂલાત બાકી છે તેમાં સૌથી વધુ વેચાણ વેરા પેટેની રકમ છે તો બીજા ક્રમે વિવાદિત કર અને બિન વિવાદિત કરની રકમ હજારો કરોડના આંકને પહોંચી ચૂકી છે વિવાદીત અને વિવાદિત કરની રકમ છેલ્લા 10 વર્ષની જોઈએ તો8158.52 કરોડ વિવાદીત અને 5563.40કરોડ બિન વિવાદિત કરની થાય છે દસ વર્ષથી વધુ સમયથી બિન વિવાદિત કરની રકમ 3620 કરોડ વસૂલવા ની બાકી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS