પોરબંદરમાં વધુ ૩ યુવાનોના કોરોના પોઝીટીવ

  • June 30, 2020 10:10 AM 170 views


રીકન્ફર્મેશન માટે જામનગર   લેબમાં મોકલી અપાયા

પોરબંદરમાં છેલ્લા બે દિવસમાં ચાર કોરોના પોઝીટીવ આવ્યા બાદ વધુ ૩ યુવાનોના કોરોના પોરબંદરની લેબમાં પોઝીટીવ આવી ગયા છે પરંતુ તેને રીકન્ફર્મેશન માટે જામનગરની લેબમાં મોકલી આપવામાં આવ્યા છે આથી ત્યાંથી મંગળવારે ફાઇનલ રીપોર્ટ જાહેર થશે.


જયુબેલી વિસ્તારનો યુવાન પોઝીટીવ
પોરબંદરના જયુબેલીમાં આવેલ મહારાજબાગ વિસ્તારના ચામુંડા પાર્કમાં રહેતો ર૩ વર્ષીય યુવાન પોરબંદરની લેબમાં કોરોના પોઝીટીવ જાહેર થયો છે તેની વિગત એવી છે કે, આ યુવાન થોડા દિવસો પહેલા દુબઇથી અમદાવાદ આવ્યો હતો અને ત્યાંથી તેને જુનાગઢ ખાતે ડીસ્ટ્રીકટ કોરોન્ટાઇન કરવામાં આવ્ો હતો અને તે પછી તેને જયુબેલી વિસ્તારમાં તેના ઘરે હોમકોરોન્ટાઇન કરવામાં આવ્ો હતો અને સિવિલ હોસ્પિટલ ખાતે તેનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.


સુરતના યુવાનનો રીપોર્ટ પોઝીટીવ
અન્ય એક યુવાનનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે તેની વિગત એવી છે કે, સુરતમાં રહેતો અને પાનનો ગલ્લો ચલાવતો આ ૪૪ વર્ષીય યુવાન તા. ર૭૬ ના રોજ રાણાવાવમાં લ પ્રસંગે તેના ભાઇને ત્યાં આવ્યો હતો અને ત્ારબાદ તેની તબીયત લથડી જતાં સારવારમાં લવાયો હતો અને તેનો રીપોર્ટ પણ પોરબંદરની લેબમાં પોઝીટીવ આવ્યો છે.


કોસ્ટગાર્ડ કર્મચારીનો રીપોર્ટ પોઝીટીવ
મહારાષ્ટ્ર્રથી આવેલ કોસ્ટગાર્ડ કર્મચારી ર૭ વર્ષના આ યુવાનનો રીપોર્ટ પણ પોરબંદરની લેબમાં પોઝીટીવ જાહેર થયો છે.


જામનગરથી આજેે ફાઇનલ રીપોર્ટ અપાશે
પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ૩–૩ યુવાનોના કોરોના પોઝીટીવ આવ્યા છે આથી તેઓને રીકન્ફર્મેશન માટે જામનગરની લેબોરેટરીમાં સેમ્પલ મોકલી આપવામાં આવ્યા છે અને તેનો રીપોર્ટ મંગળવારે ફાઇનલ જાહેર થયા બાદ ચિત્ર સ્પષ્ટ્ર થશે.


ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસમાં પોરબંદરમાં ચાર–ચાર કોરોના પોઝીટીવ આવ્યા બાદ વધુ ૩ શંકાસ્પદ પોઝીટીવ જાહેર થયા છે ત્યારે પોરબંદરમાં હવે અનલોક–૧ની પૂર્ણાહત્પતિ સમયે કોરોના વિસ્ફોટ થયો હોય તેવું અનુભવાય રહ્યું છે. અલગ–અલગ વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરીને લોકોની અવર–જવર પ્રતિબંધીત કરવામાં આવી રહી છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application