સુરતમાં નોંધાયા વધુ 2 કોરોનાના કેસ, રાજ્યમાં કોરોનાના કુલ 20 કેસ 

  • March 22, 2020 08:48 PM 1457 views

 

ગુજરાતમાં આજે એક દર્દીનું કોરોના વાયરસના કારણે મોત નીપજ્યું હતું. આ સાથે જ કોરોનાના વધુ 2 કેસ સુરતમાં નોંધાયા છે. આ બેમાંથી 45 વર્ષીય એક દર્દી એવો છે જે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો જેના કારણે તેને કોરોનાનો ચેપ લાગ્યો છે. જ્યારે 32 વર્ષીય વ્યક્તિ દુબઈથી 13 માર્ચએ દિલ્હી અને ત્યારબાદ સુરત આવ્યો હતો. આ બંનેના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. હાલ બંને સારવાર હેઠળ છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ 20 કેસ પોઝિટિવ નોંધાયા છે.