દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3.11 લાખ કેસ, 4077 દર્દીએ ગુમાવ્યો જીવ

  • May 16, 2021 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની બીજી લહેરમાં સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો હવે અસર કરી રહ્યા હોય તેમ જણાય છે. દિવસેને દિવસે કોરોનાના કેસનો ગ્રાફ નીચે જતો જોવા મળે છે. દેશમાં હવે કોરોનાની ગતિ ધીમી પડી છે.  

 

 

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,11,170 નવા કેસ નોંધાયા છે જ્યારે 4077 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નવા કેસ પછી દર્દીઓની કુલ સંખ્યા 2 કરોડ 46 લાખ 84 હજાર 77 થઈ ગઈ છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 4077 લોકોના મોત બાદ દેશમાં કોરોનામાં જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા 2 લાખ 70 લાખ 284 પર પહોંચી છે.  

 

 

કોરોનાથી અત્યાર સુધીમાં 36 લાખ 18 હજાર 458 એક્ટિવ કેસ નોંધાયા છે, જ્યારે 2 કરોડ 7 લાખ 95 હજાર 335 લોકો સ્વસ્થ થઈને તેમના ઘરે ગયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 2 લાખ 70 હજાર 284 લોકોનાં મોત નીપજ્યાં છે.  

 

 

 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021