કોરોનાના પાપેવિશ્વભરમાં અઢી કરોડથી વધુની નોકરી છીનવાઈ જશે

  • March 27, 2020 11:10 AM 409 views

યુનોના અનુમાન કરતાં પણ ભારે મોટું નુકસાન થવાનું છે, નવા અભ્યાસનું તારણ

કોરોનાવાયરસ દુનિયાના તમામ દેશો પર હાવી થઈ ગયો છે અને દુનિયાના લગભગ બધા જ દેશોમાં લોકોના મોત થઇ રહ્યા છે અમેરિકા ની હાલત સૌથી ખરાબ અત્યારે દેખાઈ રહી છે અને અર્થતંત્રની વાત કરીએ તો બધા જ દેશોની સ્થિતિ બગડી ગઈ છે.

આવી ભયાનક સંકટની સ્થિતિમાં વિશ્વભરમાં બેરોજગારો વધી જવાના છે અને અઢી કરોડથી વધુ લોકો ની નોકરી છીનવાઈ જવાની છે. એક નવા અભ્યાસમાં આ તારણ નીકળ્યું છે.

આમ તો વિશ્વના બધા જ દેશોમાં બેરોજગારો વધવાના છે અને નોકરીઓમાં ભારે જંગી ઘટાડો થવાનો છે પરંતુ વિશ્વભરના આંકડો ચોંકાવનારો નીકળ્યો છે. થોડા દિવસો પહેલા યુનો દ્રારા બે કરોડ જેટલા લોકોની નોકરી જશે તેવો રિપોર્ટ અપાયો હતો પરંતુ હવે યુનોના અનુમાન કરતાં પણ વધુ નોકરીઓ જવાની છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application