લોનનો હપ્તો ભરવામાંથી વધુ ત્રણ માસની રાહત

  • May 22, 2020 11:41 AM 817 views

દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસના આક્રમણ અને તાળાબંધીને પગલે સર્જાયેલી વિષમ અને ચિંતાજનક આર્થિક સ્થિતિ વચ્ચે આજે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ફરી રાહતના પગલાંની જાહેરાત કરી છે અને રેપોરેટમાં ૦.૪૦ ટકાનો કાપ મુકીને રેપોરેટને ૪ ટકા ઉપર સ્થિર રાખ્યો છે. યારે રિવર્સ રેપોરેટ ઘટાડીને ૩.૩૫ ટકા રાખવામાં આવ્યો છે. સૌથી મહત્વની જાહેરાત આજે શકિતકાંત દાસે એવી કરી છે કે ત્રણ માસ માટે મોરેટોરિયમની મર્યાદા વધારી દેવામાં આવી છે અને આમ લોકોને મોરેટોરિયમનો છ માસનો ટોટલ લાભ રહેશે મતલબ કે લોકોને વધુ ત્રણ મહિના સુધી લોનનો હો ભરવામાંથી રાહત મળી શકશે.


રિઝર્વ બેન્કે આ પહેલાંની ધીરાણનીતિમાં લોકોને ત્રણ મહિના સુધી બેન્કના હા ભરવામાંથી રાહત આપી હતી જે રાહત ૧ જૂને પૂરી થઈ રહી હતી. દરમિયાન આજે રિઝર્વ બેન્કના ગવર્નરે વધુ ત્રણ મહિનાની રાહત આપતાં હવે જૂન, જૂલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન લોનધારકોને હો ભરવામાંથી રાહત મળશે.


આરબીઆઈના ગવર્નર શકિતકાંત દાસે આજે આ રાહતની જાહેરાત કરીને એવી ચિંતાજનક આગાહી પણ કરી છે કે જીડીપીનો વૃદ્ધિદર ઘટેલો જ રહેશે. વિશ્ર્વભરમાં આર્થિક ગતિવિધિઓ રોકાયેલી છે. પ્રથમ ત્રિ–માસિક ગાળામાં વિકાસદર ઘટશે. ક્રૂડ ઓઈલના ઘટાડાથી ભારતીય અર્થવ્યવસ્થાને કોઈ ફાયદો થયો નથી.


એમણે કહ્યું કે સર્વિસીસ પીએમઆઈ ઓલટાઈમ લો છે એટલે તે ચિંતાની બાબત છે. આજના પગલાંથી લોન સસ્તી થશે અને ઈએમઆઈમાં ઘટાડો થશે. એમણે ઉમેયુ કે લોકડાઉનને લીધે ખાધાન્ન સહિતની વસ્તુઓમાં વધારો થયો છે અને દાળમાં ભાવવધારો ચિંતાની બાબત છે છતાં મોંઘવારીદર કાબૂમાં રહેવાની આશા છે. આ વર્ષે પણ જીડીપી ગ્રોથમાં ઘટાડો રહેશે.


એમણે કહ્યું કે છ જેટલા મોટા રાયોમાં ઔધોગિક પ્રવૃત્તિ સદંતર ઠપ્પ થઈ ગઈ છે. હવે તેમાં ઝડપ લાવવાનો પ્રયાસ થશે. દેશમાં રોકાણની માત્રા ખૂબ જ ઘટી છે અને તેને લીધે અર્થવ્યવસ્થાને ઘણું બધું સહન કરવું પડયું છે. એકસપોર્ટ અને ઈમ્પોર્ટના ક્ષેત્રનો ઉલ્લેખ કરીને એમણે કહ્યું કે વૈશ્ર્વિક ડિમાન્ડમાં ઘટાડો છે માટે આ ક્ષેત્રમાં વિકાસ મદં પડયો છે પરંતુ હવે તેના માટે હકારાત્મક પગલાં લેવામાં આવશે.


સારા મોન્સુનની આગાહી થઈ છે ત્યારે અર્થવ્યવસ્થામાં મોટો સુધારો થવાની આશા જાગી છે. આમ પણ સંકટ કાળમાં પણ રવિ પાકમાં વધારો થયો છે. દેશમાં ખાધાન્ન ઉત્પાદન વધ્યું છે પરંતુ મોંઘવારી ચિંતાની બાબત છે. એકસપોર્ટ ક્રેડિટ પીરિયડ એક વર્ષથી વધારી ૧૫ મહિના કરવામાં આવ્યો છે. સીડબીને ૧૫ હજાર કરોડનો ઉપયોગ કરવા માટે વધુ સમય અપાયો છે. આમ કરીને એકસપોર્ટ ક્ષેત્રને રાહત આપવામાં આવી છે. માર્ચ માસમાં સિમેન્ટ અને સ્ટીલના ઉત્પાદનમાં જોરદાર ઘટાડો થયો છે છતાં મોંઘવારીનો દર કાબૂમાં આવે તેવી શકયતા છે. દેશમાં વીજળી અને પેટ્રોલિયમની માગમાં ઘટાડો થયો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application