બાયોડીઝલ: રાજકોટમાં ધમધમે છે ૨૫થી વધુ પમ્પ, તમામ વિભાગો જાણે ધુતરાષ્ટ્ર્ર જેવા

  • August 14, 2021 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર્ર નહીં પુરા ગુજરાતમાં બાયોડીઝલના નામે ચાલતા કરોડોના કાળાં કારોબાર સામે  સરકારે લાલ આખં કરીને દરોડા પાડવા છોડેલા આદેશના પગલે રાજકોટ રેન્જ, રાજકોટ ગ્રામ્ય પોલીસે તો આળશ ખંખેરી કે શરમ છોડીને છેલ્લા એકાદ માસથી આવા બેનંબરી ધંધાર્થીઓ પર હાથ લાગ્યે ત્યાં ધોંસ બોલાવવાની કાર્યવાહી કરી છે પરંતુ રાજકોટ શહેર પોલીસનું તો જાણે 'રૂવાડું પણ ફરકતું ન હોય' એ રીતે રાજકોટ શહેર પોલીસની હદમાં અવતા અને ખાસ કરીને શહેરને જોડતા ગ્રામ્ય એરિયામાં ૨૫થી વધુ બાયોડીઝલના પમ્પ ધમધમી રહ્યા છે. કદાચ શહેર પોલીસ 'વજનતળે' દબાયેલી હશે પરંતુ શું જીએસટી, પુરવઠા વિભાગ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્રારા પણ સરકારની સૂચના, આદેશનો ઉલાળિયો કરી રાજકોટ શહેરમાં આવા પમ્પો ખૂલ્લેઆમ ચાલુ રાખવા મીઠી નજર રખાઈ હશે કે પછી પોલીસ કરે આપણે શું ? માનીને મોં 'મીઠું' કરીને મૌન રહેતા હશે ? એવી ચારેય વિભાગના વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.

 


રાજકોટ ગ્રામ્ય પોલીસે પોતે આળશ ખંખેરીને કરેલી કામગીરીમાં છેલ્લા ૨૫ દિવસમાં ૧૧ સ્થળે દરોડા પાડી ૭૨.૨૭ લાખની કિંમતનું ૧,૨૧,૬૨૫ લીટર બાયોડીઝલ કે એ પ્રકારનું કેમિકલ પકડી વાહનો, અન્ય વસ્તુઓ મળી કુલ ૪૫.૪૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા છે. સૌરાષ્ટ્ર્રની સૌથી મોટી કાર્યવાહી ગઈકાલે રાત્રે રૂરલ એસઓજીએ ધોરાજીના સુપેડી ગામે કણી ૭૫૦૦૦ લીટર જથ્થો જ કરી બે શખસોની ધરપકડ કરી હતી.

 


રૂરલ પોલીસ ઉપરાંત રાજકોટ રેન્જ આઈજીની સૂચનાથી તેમની ટીમો દ્રારા તો આરંભે જ દરોડો પાડવામાં આવ્યા હતા. રેન્જ અને રાજકોટ ગ્રામ્યએ બાયોડીઝલના ધંધાર્થીઓ પર દરોડા પાડયા પરંતુ પાછળથી આ નેટવર્ક કયાંથી કયાં ચાલતું હતું, કોણ સુત્રધાર ? સહિતની બાબતો જાહેર નથી કરાઈ અથવા તો હજુ તપાસને આધિન કે અન્ય રિપોર્ટ કે આરોપીઓ પકડવા બાકી હશે અને કાં તો યાં દરોડો પાડયો પકડાયા તે જ સૂત્રધારો માની લેવાયા હશે કે ખરા અર્થમાં તેઓ જ પમ્પ કે બાયોડીઝલ બનાવવાની ફેકટરી ચલાવતા હશે અને ત્યાં જ તપાસના તાર અટકી ગયા હશે ? જે હોય તે પરંતુ રાજકોટ રેન્જ ગ્રામ્ય પોલીસ એકિટવ તો બની છે.

 


બાયોડીઝલના રાજકોટમાં કરોડોના કાળા કારોબાર સંદર્ભે અગાઉ યારે સી.એમ. રાજકોટ આવ્યા હતા ત્યારે એક પેટ્રોલ પમ્પ સંચાલકે જ સીએમને રજૂઆત કરવા પણ પ્રયાસ કર્યેા હતો. બાયોડીઝલના બેનંબરી ધંધાઓ બધં કરાવવા માગ ઉઠાવી હતી. ગાંધીનગરથી ખુદ સીએમ કે ઉચ્ચકક્ષાએથી પણ બાયોડીઝલના કાળાં કારનામાઓ બધં કરાવવા આદેશ છૂટયા હતા. જે તે સમયે થોડો વખત બધં જેવા કે સાવ છૂપી રીતે ધંધા થઈ ગયા હતા. થોડા દિવસ બાદ ફરી વેગ પકડાયો અને પહેલાની માફક પેટ્રોલ પમ્પોની માફક સમાંતર બાયોડીઝલ પમ્પ કે ફેકટરીઓ ધમધમવા લાગી હતી. ગત માસે ડી.જી. દ્રારા પણ બાયોડીઝલ ધંધાર્થીઓ પર તૂટી પડવા આદેશ છોડાયા હતા જેની અસર ગુજરાતભરમાં રહી. આમ છતાં સીએમનું હોમટાઉન કદાચિત બાકાત રહ્યું હોય તેમ અહીં રાજકોટમાં બાયોડીઝલના ધંધા હજુ ધમધમી રહ્યા છે અને પોલીસ કે અન્ય વિભાગોની ધૃતરાષ્ટ્ર્ર દ્રષ્ટ્રિ સીવાય શકય પણ નથી.

 


રાજકોટ રેન્જ ગ્રામ્ય પોલીસને કદાચિત ઉપરનો ખૌફ હશે પરંતુ રાજકોટ શહેર બિનદાસ્ત હોય તેમ અહીં બેઅસર જેવું છે કારણ કે આદેશ બાદ પણ બાયોડીઝલના એકાદ છૂટપૂટ દરોડો બાદ કરતા કોઈ મોટું રેકેટ કે આવા સમાંતર પમ્પો પકડાયા નથી. કદાચિત પોલીસને કાયદો–વ્યવસ્થા જાળવવી અન્ય ગુનાખોરી અટકાવવી સહિતના કામનું ભારણ હોય અને બાયોડીઝલ પમ્પ સુધી નજર ન પહોંચી શકતી હોય અથવા તો 'વજન'ના કારણે ત્યાં સુધી હાથ લંબાઈ શકતા ન હોય શકે તો અન્ય વિભાગો જીએસટી, પુરવઠા તેમજ જીપીસીબીના હાથ કેમ ધ્રુજતા હશે તે પણ એક સવાલ છે.

 

 

બાયોડીઝલથી સરકારને પણ આવકમાં કરોડોની ખોટ છતાં સૌ મોન મુદ્રામાં
બાયોડીઝલના કારણે પેટ્રોલ કે ડીઝલનો ઉપાડ ઓછો થતો હોય છે જેને લઈને કેન્દ્રથી લઈ રાય સરકારને પેટ્રોલ, ડીઝલમાં મળતી વેરાની આવકમાં પણ કરોડોનો ફટકો પડે છે. સરવાળે તો સરકારની તિજોરીને નુકસાન છે આમ છતાં રાજકોટ નહીં સમગ્ર ગુજરાતમાં સરકાર દ્રારા બાયોડીઝલ સામે કડક એકશન કેમ નહીં લેવાતા હોય ? તે પણ એક યક્ષપ્રશ્ન છે. શું આ ધંધામાં રાજકીય માથાઓના પણ કાળા હાથ કે છૂપી ભાગીદારી હશે કદાચિત આવા કારણોસર પણ પોલીસ કે અન્ય વિભાગો આવા પમ્પ, ફેકટરીઓ પર પહોંચી શકતા ન હોય તો સરકારી વિભાગના માથા પર ઠીકરું ફોડવું કે માત્ર તંત્રને જ દોષ દેવો યોગ્ય નથી. ખરેખર જો આ દૂષણને બધં કરવું હોય તો સરકારે જ કડક હાથે કામ લઈ એકબીજા સેન્ટરોમાં અન્ય એજન્સીઓને દરોડાની કામગીરી સોંપવી જોઈએ અને યાં આવા ધંધા પકડાય તે સ્થાનિક તંત્રના જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તો જ દૂષણ બધં થશે.

 

કયાં ધમધમે છે પમ્પ આ રહ્યા નામ, સરનામા
રાજકોટ શહેરમાં સૌથી વધુ બાયોડીઝલ પમ્પ કે ગોડાઉનો કુવાડવા રોડ તથા એરપોર્ટ અને આજી ડેમ પોલીસ મથકના વિસ્તારોમાં છે. કદાચિત પોલીસને ખ્યાલ નહીં હોય પરંતુ એક બાયોડીઝલ ધંધાર્થીએ જ આપેલી સૂચીમાં સાત હનુમાન પાસે ગોડાઉનમાં ભાવેશ અન્ય એક ગોડાઉન કુલદીપસિંહ, નવાગામ મનુભાઈ, ખરેડી રોડ મહેશ (જેમાં મહત્વની બ્રાન્ચનો એક પોલીસમેન પણ ભાગીદાર હોવાની ચર્ચા) ખેરડી રોડ ગેલો, નવાગામ મનહરસિંહ, કુવાડવા રાજુ, ખરેડી પ્લાન્ટ પાસે વિજય, બામણબોર હાઈ–વે કાઠી દરબાર, લાલો, સોખડા જયરાજસિંહ, માલિયાસણ જમાલ, પદુભા, તરઘડિયા ગોપાલ, કુવાડવા રોડ અભિજીતસિંહ, ગોંડલ રોડ હાઈ–વે પરના પમ્પો ગોડાઉન ભાણો, ચિરાગ, નારૂભા, નૈમિષ–૨, આજી ડેમ યુનુસ, નૈમિષ, લાલો, કોઠારિયા સોલવન્ટ વિસ્તાર ગોહિલ, ગઢવી, મોરબી રોડ પર સલીમ, રણજીતસિંહ, વિરાણી અઘાટ, ઢેબર રોડ ટ્રાન્સપોર્ટનગરમાં પમ્પો કે ગોડાઉનો ધમધમી રહ્યાની અને તમામનો મંથલી ફિગર 'આઠ આંકડા'થી પણ વધુનો સંબંધિતોને પહોંચતો હોવાની ભારે ચર્ચા છે. કદાચિત બેઠો સવા ખોખાથી વધુ આકં આવતો હોય તો હા પાડવામાં શું ખોટું તેવું પણ હોઈ શકે અને એવા કારણોસર તમામ વિભાગોની 'મેરી ભી ચૂપ, તેરી ભી ચૂપ' મારફત ચાલતું હશે કે કેમ ? કે પછી બધા અંધારામાં હશે ? તે તો સંબંધિત અધિકારીઓ સ્ટાફ જાણતો હશે. રાત્રેથી વ્હેલી સવાર સુધી પમ્પોને ખૂલ્લેઆમ છૂટ હોવાની પણ ચર્ચા છે.

 

 

જી.એસ.ટી, પુરવઠા અને જી.પી.સી.બી.ને પણ શા માટે સોંપાઈ છે જવાબદારી ?
સરકારી આવકની કરોડરજુ ગણો તો ટેકસ છે. જીએસટી વિભાગની મુખ્યત્તમ જવાબદારી ટેકસચોરી રોકી સરકારની આવક વધારવાની છે, બાયોડીઝલના કારણે કરોડોની ટેકસચોરી થાય છે. બાયોડીઝલ બનાવવા માટે વપરાતા કેમિકલો, મિશ્રણ પણ કોઈપણ ટેકસ ભર્યા વિના કે વધતા–ઓછા બતાવીને આવા કેમિકલ ટેન્કરો મોઢે ઠલવાય છે. જો બાયોડીઝલ પરના આવા કેમિકલ અને બાયોડીઝલનો ટેકસ ગણવામાં આવે તો કરોડોની આવક સરકારને થાય. બાયોડીઝલ બધં થાય તો ડાયરેકટ પેટ્રોલ, ડીઝલની ટેકસની કરોડોની આવક સરકારને મળી શકે એ માટે સંભવત: જીએસટીને પણ આવા પમ્પો પર કાર્યવાહીની સૂચના હશે. યારે પેટ્રોલ પમ્પોમાં નેપ્થા, સોલવન્ટ, કેરોસીન કે આવા હલકા પ્રવાહીનું મિશ્રણ પેટ્રોલ, ડીઝલમાં ન થાય અને સ્ટોક મેઈન્ટેન તેમજ પમ્પોમાં અન્ય ઘાલમેલ ન થાય તેની જવાબદારી પુરવઠા વિભાગની છે તે ડાયરેકટલી પેટ્રોલિયમ પ્રવાહી, પદાર્થના વેચાણ સાથે જોડાયેલો છે જેથી પુરવઠા વિભાગ પર એટલો જ જવાબદાર છે. યારે બાયોડીઝલમાં વપરાતા હલકી ગુણવત્તાના પ્રવાહીઓના કારણે જબરૂ હવાઈ પ્રદૂષણ વાહનોમાં ઓકાતા ધૂમાડાના ગોટાઓથી થાય છે અને આવા પ્રવાહી સ્ટોક કરવા, પરવાના, ચેકિંગ સહિતની તેમજ પ્રદૂષણ ઘટાડવાની મુખ્ય જવાબદાર ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (જીપીસીબી)ની છે તેથી બાયોડીઝલના ગોડાઉનો, ફેકટરીઓ, પમ્પો પર કાર્યવાહી કરવા સૂચના અપાઈ હશે. હજુ પોલીસ તો કાંઈ પણ કાર્યવાહી કરે  છે પરંતુ આ ત્રણેય વિભાગોએ તો કદાચિત સમ ખાવા પણ દરોડા પાડયા હોય તો ?


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS