મધ્યપ્રદેશના ગામડાઓમાં એક દિવસમાં 165 થી વધુ દર્દીઓના મૃત્યુ

  • May 06, 2021 08:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગામડાઓમાં દરરોજ નવા કેસમાં પણ ચિંતાજનક વધારો, સરકાર વ્યવસ્થામાં નિષ્ફળ

 



કોરોનાવાયરસ મહામારી ફક્ત શહેરી વિસ્તારોમાં જ તરખાટ મચાવી રહી છે એવું નથી બલ્કે હવે ગામડાઓમાં પણ વાયરસ ભયંકર રીતે ફેલાઇ રહ્યો છે અને મધ્યપ્રદેશના ગામડાઓ સૌથી વધુ ઝડપથી પ્રભાવિત થઈ રહ્યા છે અને લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

 

 


મધ્યપ્રદેશના ગામડાઓમાં એક જ દિવસમાં 165 થી વધુ દર્દીઓ ના મૃત્યુ થઇ ગયાના અહેવાલોબહાર આવ્યા છે અને કેટલાક દર્દીઓની હાલત ગંભીર હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. ગામડાઓમાં દરરોજ નવા કેસ પણ ચિંતાજનક રીતે મોટા પ્રમાણમાં બહાર આવી રહ્યા છે.

 


લોકો મધ્ય પ્રદેશ સરકારની કામગીરી થી નારાજ થયા છે અને ગામડાઓમાં આરોગ્યની સુવિધાઓ પહોંચાડવામાં મધ્ય પ્રદેશની સરકાર સદંતર નિષ્ફળ રહી હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. મોટાભાગે રાજકીય નિવેદન કરવામાં વ્યસ્ત રહેતા મુખ્યમંત્રી ગામડાઓની ભયંકર હાલતમાં નિષ્ક્રિય દેખાઈ રહ્યા છે અને તેમની આકરી ટીકા થઈ રહી છે.

 

 


અને એક અહેવાલ મુજબ છત્તીસગઢમાં પણ ગામડાઓમાં ભયંકર રીતે વાઇરસ ફેલાયો છે અને રાજ્યની ત્રણ ટકા જેટલી વસ્તી ને કોરોનાવાયરસ લાગુ પડી ગયો છે અને ગામડાના લોકોની હાલત પણ વધારે ખરાબ થઈ રહી છે કારણ કે તેમને પૂરતા પ્રમાણમાં આરોગ્યની સુવિધા મળતી નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS