દેશમાં ૯ કરોડથી વધુ કામદારોને કોરોના વાયરસ નડી ગયો

  • May 22, 2020 11:22 AM 638 views

ગ્રુપ ઓફ મિનિસ્ટર્સનો રિપોર્ટ, ઉત્પાદન બાંધકામ, પ્રવાસન, વ્યાપાર ક્ષેત્ર માં ખરાબ હાલત

કેન્દ્રીય શ્રમમંત્રી થાવરચદં ગેહલોત ના નેતૃત્વ હેઠળ રચાયેલા ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ ના તાજેતરના અહેવાલમાં દેશમાં કોરોના સંક્રમણ અને તાળાબંધી ને પગલે જે સ્થિતિ પ્રવર્તી રહી છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એમ જણાવાયું છે કે તાળાબંધી ને લીધે દેશમાં નવ કરોડ થી વધુ શહેરી કામદારો ને જફા પહોંચી છે અને એમની રોજીરોટી બધં થઈ છે.


ખાસ કરીને દેશના ઉત્પાદન ક્ષેત્રમાં તેમજ બાંધકામ ઉધોગ, વ્યાપાર ક્ષેત્ર તેમજ પ્રવાસન અને હોટલ ઉધોગમાં ભયંકર મંદી છે અને તેના કુલ નવ કરોડથી વધુ કામદારો અને કર્મચારીઓ અત્યારે ભયંકર આર્થિક સંકડામણમાં છે. એમને કામકાજ મળતા બધં થઈ ગયા છે.


મંત્રીઓના આ જૂથ દ્રારા સમગ્ર સ્થિતિની સમીક્ષા કર્યા બાદ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને આ રિપોર્ટ વડાપ્રધાન ની ઓફિસમાં રજૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં કેટલાક મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે.


ખાસ કરીને કામદારોનો ડેટાબેઝ તૈયાર કરવા અને દરેક પરપ્રાંતીય વર્કરને જોબ કાર્ડ આપવા તેમજ વધુમાં વધુ લોકોને રોજગાર મળી રહે તે માટે એમ્પ્લોયમેન્ટ ગેરેંટી સ્કીમ મા સુધારા કરવા સૂચન કરવામાં આવ્યા છે. જો કે કેન્દ્રીય શ્રમમંત્રી ગેહલોતે આ બારામાં વિશેષ માહિતી આપવાનો ઇનકાર કરી દીધો હતો અને એમ કહ્યું હતું કે અમે જે રિપોર્ટ તૈયાર કર્યેા છે તે અત્યારે જાહેર કરી શકાય એમ નથી.
મંત્રી ના જૂથ દ્રારા એવી ભલામણ સરકારને કરવામાં આવી છે કે વતન વાપસી કરી ગયેલા મજૂરોમાં વિશ્વાસ પેદા કરીને તમને પાછા લાવવા અને ઉધોગોમાં કામે ચઢાવવા જોઈએ. કારણકે અત્યારે ઓધોગિક એકમોને આવા શ્રમિકો અને કામદારો ની જરિયાત છે. આવા તમામ શ્રમિકો અને કામદારોની શારીરિક અને આર્થિક સુરક્ષા માટેના પગલા લેવા માટે એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવે અને તમને યોગ્ય સમયે મદદ પહોંચાડવામાં આવે એવા અનેક સૂચનો વડાપ્રધાન ની કચેરી સમક્ષ કરવામાં આવ્યા છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application