ગુજરાતમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો ચાર લાખથી વધુ લોકોએ લીધો ખોટો લાભ, સરકાર કરશે કડક કાર્યવાહી

  • May 26, 2023 01:22 PM 


પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનામાં મોટા કૌભાંડનો  પર્દાફાશ થયો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના નો ખોટો લાભ મેળવતા ખેડૂતો ની સંખ્યા ચાર લાખ જેટલી હોવાનું સામે આવ્યું છે. આ યોજનાનો ખોટો લાભ મેળવતા ખેડૂતો પકડાતા તપાસ શરૂ થયો છે. સમગ્ર રાજ્યમાં ચાર લાખ 52 હજાર ખેડૂતો ખરા લાભાર્થી ન હોવા છતાં સહાયની રકમ મેળવી હોવાનું સામે આવ્યું છે જોકે હવે સમગ્ર સત્ય સામે આવતા ખોટી રીતે ચૂકવાયેલી સહાય સરકાર પરત આપવી પડશે.


ગુજરાતમાં, 4.52 લાખ ખેડૂતે અંદાજિત 16,272,000,000 ખોટી રીતે મેળવી લીધા હોવાનું સાબિત થયું. જમીન ધારકતા અંગેની ચકાસણી કરતા ખોટા લાભાર્થી સામે આવ્યા છે. નોંધનીય છે કે વર્ષ 2019 થી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાતના કુલ 58 લાખ ખેડૂતો નોંધાયા હતા નોંધાયેલા ખેડૂતોની પાત્રતા ચકાસતા 53.48 ખેડૂતો સાચા લાભાર્થી  હોવાનું સામે આવ્યું છે અને 4.52 હજાર લાભાર્થીઓ સામે આવ્યા છે.


લલેન્ડ સિંડીગ એને E - KYC ની ચકાસણીમાં અને બાબતો સામે આવી છે. જેમકે મૃતક પામેલા ખેડૂત ના નામે સહાય મળતી હોવાનું પણ કર્યું છે. તો જમીન વેચી દીધા બાદ પણ સહાય મેળવતા લાભાર્થીઓ ઝડપાયા છે. આ સાથે જ 7/12 માથે નામ કમી થઈ ગયા બાદ પણ સહાય મેળવતા ખેડૂતો ઝડપાયા છે. અન્ય પણ ઘણી ઘેર નથી તેઓ સામે આવી છે જેને લઇ સરકારે લાલાંક કરી છે અને હવે આ તમામ લોકો પાસે પૈસા પરત લેવામાં આવશે.

સમગ્ર ઘટનાને કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે કિસાન સન્માન નિધિના માન્ય વડાપ્રધાન સીધા ખેડૂતોમાં ખાતામાં રૂપિયા નાખતા હોય છે. ખોટી રીતે કોઈએ રૂપિયા મેળવવા હશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application