મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 8000થી વધુ કેસ: 62 મોત

  • March 01, 2021 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સતત છઠ્ઠા દિવસે 8000 કેસ: વધુ આકરાં પગલાં લેવાની તૈયારી: પુણેનો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ રદ

 


આમ તો દેશભરમાં કોરોનાવાયરસ ના કેસ માં ફરીવાર જોરદાર ઉછાળો થઈ રહ્યો છે પરંતુ મહારાષ્ટ્રની હાલત ફરીથી ચિંતાજનક બની રહી છે અને દિન-પ્રતિદિન વાયરસ ગંભીર વળાંક લઈ રહ્યો છે. આજે સવારે મળેલા અહેવાલો મુજબ મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8297 નવા કેસ બહાર આવ્યા છે અને 62 દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે. પુણેમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ રદ કરવામાં આવ્યો છે. મુંબઈ સહિત મહારાષ્ટ્ર ની સ્થિતિ વધુ ચિંતાજનક એટલા માટે છે કે સતત છઠ્ઠા દિવસે 8 હજારથી વધુ નવા કેસ બહાર આવ્યા છે અને રાજ્ય સરકાર ધંધે લાગી ગઈ છે.

 


જો કે મહારાષ્ટ્રની જનતા પણ બેદરકારી દાખવી રહી છે અને માસ્ક પહેરવા માટે તેમજ સોશિયલ ડિસ્ટન્સ ના નિયમો સહિતના સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ નિયમોનું ગંભીરતાથી પાલન કરવામાં આવતું નથી પરિણામે મહારાષ્ટ્ર દરેક જિલ્લામાં પરિસ્થિતિ બગડી રહી છે.

 


મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લા માં આઠ દિવસ નો કર્ફ્યુ લાગી દેવાની ફરજ પડી છે. આ પહેલા પણ અલગ અલગ જિલ્લાઓમાં પરિસ્થિતિ મુજબ કડક પગલાં જાહેર કરવામાં આવ્યા હતા અને સખત નિયંત્રણો લાદી દેવામાં આવ્યા હતા.

 


થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રની જનતાને ચેતવણી આપીને એમ કહ્યું હતું કે જો જનતા ગંભીરતાથી નિયમોનું પાલન નહીં કરે તો સમગ્ર રાજ્યમાં લોકડાઉન લગાવી દેવામાં આવશે.

 


મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લા માં પરિસ્થિતિ વધુ ગંભીર બની જતા આઠ દિવસની સંચારબંધી લગાવી દેવામાં આવી છે પરંતુ આવશ્યક ચીજોની સપ્લાયને છૂટ આપવામાં આવી છે જેથી લોકો હેરાન થાય નહીં.

 


આ ઉપરાંત મેડીકલ સેવાઓ ને સંચારબંધી માંથી મુક્તિ આપવામાં આવી છે અને હોસ્પિટલો ખુલ્લી રાખવામાં આવી છે. હજુ પણ આગળના દિવસોમાં ભારતના અલગ અલગ જિલ્લાઓમાં પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો સંચારબંધી અલગ અલગ જિલ્લાઓમાં પણ લગાવવામાં આવશે તેવો સંકેત રાજ્ય સરકારના અધિકારીઓએ આપ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS