ગુજરાતના માત્ર ત્રણ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ: ૮૩ તાલુકામાં ઝાપટાં

  • July 29, 2021 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે એવી આગાહી હવામાન ખાતાએ કરી હતી હવામાનખાતાની આગાહીને પગલે પગલે વેધર વોચ ગ્રૂપની બેઠક મળી હતી અને તેમાં આ બંને જિલ્લામાં એનડીઆરએફની વધારાની ટુકડી મોકલવાનો નિર્ણય કરાયો હતો પરંતુ આગાહી મુજબ ત્યાં ભારે વરસાદ થયો નથી સમગ્ર રાજ્યના માત્ર ત્રણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.


કન્ટ્રોલ રૂમના જણાવ્યા મુજબ ૮૬ તાલુકામાં વરસાદની હાજરી નોંધાઇ છે પરંતુ તેમાંથી ૮૩ તાલુકામાં સામાન્ય ઝાપટા પડ્યા છે અને પૂરો એક ઈંચ પણ વરસાદ પડ્યો નથી.
વલસાડ જિલ્લાના ધરમપુરમાં ૨, કપરાડામાં પોણા બે, નવસારી જિલ્લાના ખેરગામમાં સવા ઈંચ પાણી પડ્યું છે. સાબરકાંઠા જિલ્લાના પોશીના, તાપી જિલ્લાના ડોલવણમા પોણો ઇંચ વરસાદ થયો છે.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ યથાવત્ રહેશે પરંતુ છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડશે. છેલ્લા બે દિવસથી પવનની ગતિમાં જોરદાર વધારો થયો છે દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રતિ કલાકના ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે અને અમુક તબક્કે તેની ગતિ ૬૦ કિલો મીટર સુધી વધી રહી છે . રાજ્યના અન્ય વિસ્તારોમાં સરેરાશ ૩૫ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાઇ રહ્યો છે આકાશમાં ભેજવાળા વાદળો હોવાના કારણે અને પવનની ગતિ વધી જતા લોકોને ગરમીમાં પ્રમાણમાં રાહત મળી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS