મહારાષ્ટ્રમાં એક દિવસમાં 40 હજારથી વધુ નવા કેસ

  • April 01, 2021 08:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાછલા 24 કલાક દરમિયાન 200 દર્દીના મૃત્યુ થયા હતા: આરટી પીસીઆર ટેસ્ટનો ચાર્જ ઘટાડાયો



કોરોનાવાયરસ મહામારીએ મહારાષ્ટ્ર ની હાલત બદતર બનાવી દીધી છે અને દિવસે દિવસે પરિસ્થિતિ કથળી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન મહારાષ્ટ્રમાં 40 હજારથી વધુ નવા કેસ બહાર આવ્યા છે અને આ બીજી વખત સૌથી ઊંચો દર રહ્યો છે.

 


મહારાષ્ટ્રમાં પાછલા 24 કલાક દરમિયાન 200 જેટલા દર્દીઓના મૃત્યુ પણ થઇ ગયા હતા અને લોકોમાં ફફડાટ છે પરંતુ નિયમોનું પાલન કરવામાં આવતું નથી પરિણામે દરરોજ નવા કેસ ની ઝડપ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને મહારાષ્ટ્ર સરકાર ધંધે લાગી ગઈ છે.

 


ટેસ્ટ કરાવવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા સખત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને આર ટીપીસીઆર ટેસ્ટ નો ચાર્જ પણ સરકારે ખૂબ જ ઘટાડી દીધો છે અને હવે રૂપિયા 500 માં ના.ટેસ્ટ થઈ શકશે. એજ રીતે એન્ટીજન ટેસ્ટના ભાવમાં પણ ઘટાડો કર્યો છે અને હવે ફક્ત દોઢસો રૂપિયામાં આ ટેસ્ટ થઈ જશે એવી સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.

 


મહારાષ્ટ્રના દરેક જિલ્લામાં ટેસ્ટિંગની કાર્યવાહી ઝડપી બનાવવા નો મુખ્યમંત્રી દ્વારા આદેશ આપવામાં આવ્યા બાદ સેંકડો ટુકડીઓ બનાવવામાં આવી છે અને જિલ્લે જિલ્લે ટેસ્ટ માટેના કેમ્પો નાખી દેવામાં આવ્યા છે.

 


મહારાષ્ટ્ર રાજ્યમાં અને ખાસ કરીને મુંબઈમાં સૌથી વધુ ખરાબ હાલત થઈ ગઈ છે અને મુંબઈમાં પાછળ એક સપ્તાહ દરમિયાન પાંચ હજારથી પણ વધુ નવા કેસ દરરોજ બહાર આવ્યા હતા. મૃત્યુનું પ્રમાણ પણ ચિંતાજનક રીતે વધી ગયું છે.

 


એક તબક્કે તો સમગ્ર મહારાષ્ટ્રમાં લોકડાઉન નાખી દેવા અંગે ગંભીરતાથી વિચાર ચાલી રહ્યો હતો પરંતુ તેમાં રાજકીય અથડામણ થઈ હતી અને રાજકીય મતભેદો બહાર આવતાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉન ના બદલે સખત નિયંત્રણો લાદવા ની સૂચના આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS