ચોટીલાના ગુંદા પંથકમાંથી અંગ્રેજી દારૂ સાથે ૪ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો

  • May 12, 2021 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોટીલાના મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારરમાં બાતમીના આધારે અંગ્રેજી દારૂની હેરફેર અને જથ્થો પકડી પાડવામાં સફળતા મળેલ છે. જોકે બુટલેગરો નાસી છુટવામાં સફળ રહ્યા હતાં. ગત રાત્રીના અંધારામાં પીએસઆઇ ડી.બી.ચૌહાણ તથા તેમની ટીમને મળેલ હકિકતના આધારે ગુંદા વિસ્તારમાં સ્કોર્પિયોનો પીછો કરતા બૂટલેગર આરોપી રાજુ ઉર્ફે નાજાભાઇ મોહનભાઇ પરાલીયા કાર રસ્તામાં મુકી નાસી છુટેલ હતો. કારમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની ૧૨૦ બોટલ મળી આવેલ હતી. જેના આધારે નજીકમાં આવેલ આરોપીની વાડીએ છાપો મારતા લીલા જુવારમાંથી અલગ અલગ બ્રાન્ડની વધુ ૨૩૮ ઇંગ્લીશ દારૂની બોટલો મળી આવતા રૂ.૧,૦૭,૪૦૦નો દારૂ અને કાર મળી કુલ રૂ.૪,૦૭,૪૦૦નો મુદ્દામાલ પકડી પાડી આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરી બુટલેગરને પકડવા તજવીજ હાથ ધરેલ છે.


ગુંદા વિસ્તાર ભૌગોલિક રીતે ઇંગ્લીશ દા‚ના કટિંગ માટે જાણીતો છે તેમજ અન્ય તાલુકાના સિમાડા નજીક હોવાથી અન્યત્ર હેરફેર માટે આસાની રહે છે. નાસી છુટેલ બુટલેગર અગાઉ પણ આવા ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS