જામ્યુકો દ્વારા એક સપ્તાહ દરમિયાન ૧૦૦ થી વધુ ઘરવિહોણાને હાપા સેલ્ટરહોમમાં આશરો અપાયો

  • January 03, 2023 05:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકા દ્વારા કડકડતી ટાઢમાં જાહેર માર્ગો પર સૂઈ રહેલા ઘરવિહોણાઓને સેલ્ટર હોમમાં આશરો અપાવવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે એક સપ્તાહ દરમિયાન ૧૦૦ થી વધુ ઘરવિહોણા નાગરિકોને હાપા સ્થિત સેલ્ટર હોમમાં આશરો અપાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.


જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રીની સૂચના અનુસાર  તથા નાયબ  કમિશનર ના માર્ગદર્શન  હેઠળ જામનગર  મહાનગર પાલિકાની એસ્ટેટ, સિક્યોરિટી તથા યૂસીડી શાખાની સંયુક્ત  ટીમ દ્વારા  શહેરમાં  શિયાળાની ઠંડીમાં ફૂટપાથ પર જીવન નિર્વાહ કરતા શ્રમિકો,ભિક્ષુકો ને સમજાવીને સીટી બસ દ્વારા  હાપા ખાતેના શેલટર  હોમમાં  શિફ્ટ કરવા માટે ની તારીખ ૨૩.૧૨.૨૦૨૨ થી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે. અને રાત્રી દરમિયાન  નાઈટ ડ્રાઇવ કરવામા  આવે છે. જેમા એસ્ટેટ ઓફિસર શ્રી નિતીન  દીક્ષિત,સિક્યોરિટી ઓફિસર શ્રી સુનિલ  ભાનુશાળી તથા તેમની ટીમ,દબાણ નીરીક્ષકશ્રી  યુવરાજસિંહ  ઝાલા તથા તેમની ટીમ તેમજ યૂસીડી  ના સમાજ સંગઠકશ્રી કિશનભાઈ જાની દ્વારા  આ કામગીરી  હાથ ધરવામાં આવી રહી છે.


ઉપરાંત પ્રોજેક્ટ પ્લાનીંગ  શાખાના શ્રી અર્જુનસિંહ દ્વારા  લગત એજન્સી  મારફત સીટી બસ ની વ્યવસ્થા  કરવામા આવેલી છે.જે નાઈટ ડ્રાઇવ મા ગઈ રાત્રે વધુ ૮ જેટલા ઘરવિહોણા  લોકોને રાતના હાપા શેલટર હોમમાં આશ્રય  આપવામા આવ્યો છે. તા. ૨૩.૧૨.૨૨ થી અત્યાર સુધીમાં કુલ ૧૦૦ જેટલા ઘરવિહોણા  લોકોને  હાપા ન સેલ્ટર હોમમાં આશ્રય  અપાવ્યો  છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application