ટ્રમ્પને વેલકમ કરવા ૧૦ હજારથી વધુ વીઆઈપી ગુજરાત આવશે

  • February 13, 2020 05:56 PM 54 views

વિશ્ર્વના શક્તિશાળી નેતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા દેશભરમાંથી ૧૦ હજાર જેટલા વીવીઆઈપીઓ ગુજરાત આવશે જેમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, રાજ્યપાલ, સાંસદોને આમંત્રણ પાઠવવામાં આવનાર છે. વિશ્ર્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદઘાટન ઐતિહાસિક બનાવવા માટે ગુજરાત સરકાર અને ભારત સરકાર તૈયારી અંતિમ તબક્કામાં પહોંચી છે. અત્યારે નક્કી થયેલા સંભવિત કાર્યક્રમ મુજબ તા.૨૭મીએ સાંજે ૭ વાગે ઉદઘાટન સમારોહ યોજાશે. પરંતુ ટ્રમ્પની મુલાકાતમાં ગાંધી આશ્રમથી એરપોર્ટ સુધીનો રોડ-શો ત્યારબાદ સાબરમતી રિવરફંન્ટની મુલાકાત અને ત્યારબાદ સ્ટેડિયમ પર કેમ છો ટ્રમ્પ? કાર્યક્રમમાં ભાગ લેશે. ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈને સુરક્ષા વ્યવસ્થા સાત સ્તરની રહેશે જેમાં યુએસની સિકયોરિટી એજન્સી તેમના સાધન સંરજામ લઈને અમદાવાદ પહોંચી ચુકી છે ટ્રમ્પની અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે એરિયલ સિકયોરિટી ગોઠવવામાં આવી છે.


એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના રોડ શોને ધ્યાનમાં લઈને ૧૫ કિ.મી.ના રોડ-શોમાં ૧૦,૦૦૦ જેટલી પોલીસ ખડકી દેવામાં આવશે આ માટે રાજ્યના ૭ જિલ્લાની પોલીસની મદદ લેવામાં આવશે આ સુરક્ષા વ્યવસ્થા વધુ સંગીન બનાવવા માટે પોલીસ અને આઈબીનું તંત્ર અત્યારથી જ બેઠકોનો દૌર ચલાવી રહ્યું છે. ટ્રમ્પના અભિવાદન માટે નાગરિકો ખાસ બેરિકેટ સુરક્ષા ગોઠવવામાં આવી છે. આ સુરક્ષા વ્યવસ્થા પોલીસ માટે એટલે ચેલેન્જીંગ નથી અગાઉ જીનપીંગની મુલાકાત અને રોડ-શો આ રૂટ પરજ થયો હતો સાબરમતી રિવરફ્રન્ટને ધ્યાનમાં રાખીને આ સુરક્ષા સઘન બનાવવામાં આવી રહી છે. સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ સમારોહમાં હાજરી આપવા ૧૦,૦૦૦ જેટલા વીવીઆઈપીના આગમનને લઈ એરપોર્ટ પર ખાસ પાર્કિંગ બનાવી દેવાયા છે. અમેરિકી રાષ્ટ્રપતિના કાફલામાં આવનાર છ વિમાન તેમજ વહાપ્રધાનનો વિમાની કાફલાને લઈ અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વધુ સઘન બનાવી દેવાય છે. જેમાં વાઈબ્રન્ટ સમિટ વખતે થયેલા અનુભવો અધિકારીઓને કામ લાગશે. રાજ્યમાં યોજાનાર આ ઐતિહાસિક સમારોહમાં ભાગ લેવા રાજ્યના વિવિધ જિલ્લામાંથી એક લાખ જેટલા કાર્યકરો અમદાવાદ આવનાર છે. તેમના આવાગમન માટે ૨૦૦૦ જેટલી બસનો ઉપયોગ કરવામાં આવનાર છે. આ તમામ ગતિવિધિ ખૂબ સરળતાથી ચાલે તે માટે ૧૦૦ જેટલા સુપર કલાસ વન અધિકારીઓને જવાબદારી સોંપસવામાં આવશે. આ સમારોહમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, રાજ્યપાલ અને સાંસદોને આમંત્રણ પાઠવવામાં આવનાર છે. તેમના આવવા જવા અંગે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ખાસ કન્ટ્રોલરૂમ ઉભો કરી દેવામાં આવ્યો છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેઈઝ હોસ્પિટલ તરીકે ઉભી કરવામાં આવી છે જેમાં આધુનિક દવા-તબિબ સાધનો અને બ્લડનો જથ્થો ઉપસ્થિત કરવામાં આવ્યો છે.  આ સિવાય ટ્રમ્પના રૂટ પર દર બે કિ.મી.માં એક હોસ્પિટલ તૈયાર રાખવાના આદેશથી સરકાર ખાનગી તબિબની સેવા અને યાદી તૈયાર કરીને હોસ્પિટલ પસંદ કરી દીધી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. ટ્રમ્પના આવવાથી ગુજરાત પોલીસ વધુ એક યશકલગીનો ભાગીદાર બનશે અત્યાર સુધી જગન્નાથ યાત્રા, વાયબ્રન્ટ સમિટના અનુભવ પછી વર્લ્ડની બેસ્ટ સિકયોરિટી સીસ્ટમમાં કામ કરો જે ગુજરાત પોલીસ માટે અત્યંત ગૌરવની વાત ગણવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application