મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં વેક્સિનનો વધુ સ્ટોક આવ્યો

  • March 13, 2021 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિનિયર સિટીઝન્સ ઉપરાંત 45થી 59 વર્ષની વયના કો-મોર્બિડ સહિત 2718ને આજે રસીકરણ


રાજકોટ મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં અંતે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનનો વધુ જથ્થો આવી ગયો છે. રાજકોટ શહેર વિસ્તાર માટે વધુ 10000 વેક્સિન ફાળવવામાં આવી છે. દરમિયાન આજે સિનિયર સિટીઝન્સ ઉપરાંત 45થી 59 વર્ષની વય સુધીના કો-મોર્બિડ હોય તેવા નાગરિકો સહિત કુલ 2718ને રસીકરણ કરવામાં આવ્યું હતું.

 


વિશેષમાં મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે 24 સરકારી હોસ્પિટલો અને 14 ખાનગી હોસ્પિટલો સહિત કુલ 38 હોસ્પિટલોમાં બપોર સુધીમાં પ્રથમ તબક્કામાં 202, પ્રથમ તબક્કાના બીજા ડોઝમાં 294, 60 વર્ષથી મોટી ઉંમરના 1909 અને 45થી 59 વર્ષના કો-મોર્બિડિટી ધરાવતા 313 સહિત કુલ 2718 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું હતું.

 


રાજકોટ મહાપાલિકા પાસે હવે કોરોના સામેની વેક્સિનનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે પરંતુ સરકારે નિધર્રિીત કરેલા કાર્યક્રમ અનુસાર રસીકરણ કરવામાં આવી રહ્યું છે. સિનિયર સિટીઝનને રસીકરણ પૂર્ણ થયા બાદ અન્ય સામાન્ય નાગરિકોને પણ રસી અપાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS