પાક ક્રિકેટરો પર કોરોનાનો કહેર, વધુ સાત ખેલાડીઓના રિપોર્ટ આવ્યા પોઝેટિવ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પાકિસ્તાની ખેલાડીઓના ઇંગ્લેન્ડ પ્રવાસને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી હતી. તેની વચ્ચે ઇન્ડિયન પ્રવાસના ગણતરીના દિવસો પહેલા જ પાકિસ્તાન ક્રિકેટ માટે માઠા સમાચાર આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમને ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા કોરોનાના ટેસ્ટમાંથી પસાર થવાનું હતું. પરંતુ દુ:ખદ બાબત ગણી શકાય કે એક પછી એક બધા જ ખેલાડીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

 

મંગળવારે વધારે સાત પાકિસ્તાની ખેલાડીઓના કોરોના રિપોર્ટ  પોઝિટિવ આવ્યા બાદ ક્રિકેટના ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે. મંગળવારે આવેલા રિપોર્ટમાં સંક્રમિત ખેલાડીઓમાં ફઝર જમાન, ઇમરાન ખાન, કાશીફ ભટ્ટી, માહમદ હાફિઝ, મોહમદ હસનેન, મોહમદ રિઝવાન અને વહાબ રિયાઝ નો સમાવેશ થાય છે જ્યારે આ અગાઉ સોમવારે પણ ત્રણ ક્રિકેટર હૈદર અલી હરીશ રુફ, અને શાદાબખાન પોઝીટીવ ખાન આવ્યા હતા.

 

28મી જૂનથી ઇંગ્લેન્ડનો પ્રવાસ શરૂ થવા જઇ રહ્યો હતો સુરક્ષિત વાતાવરણમાં 8 જુલાઈથી ઇંગ્લેન્ડ વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ સાથે કોરોનાવાયરસ બાદની ક્રિકેટ સિઝનનો પ્રારંભ થવા જઇ રહ્યો હતો એવામાં ખેલાડીઓના ટેસ્ટ પોઝિટિવ આવતા ક્રિકેટ જગતમાં સોપો પડી ગયો છે.

 

પીસીબીએ જણાવ્યા પ્રમાણે આ પહેલા કોઇ ક્રિકેટરમાં કોરોના ના લક્ષણો નજરે પડ્યા ન હતા પરંતુ નોંધપાત્ર વાત એ છે કે સોમવારે ત્રણ ખેલાડીઓ બાદ ફરીથી બીજા સાત ખેલાડીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 


હવે બાકી રહેલા નેગેટિવ રિપોર્ટ ધરાવતા ક્રિકેટરોને તેમજ સપોર્ટીંગ સ્ટાફને 24 જૂને લઈ જવાશે અને ૨૫ જૂને ફરી એક વખત કરુણાના ટેસ્ટ કરવામાં આવશે. હાલ પાક બોર્ડે  બધાને કોરેન્ટાઇન કર્યા છે.પીસીબીના ચીફ એક્ઝિક્યુટિવ વસીમ ખાને નિવેદન આપી આ બાબતની પુષ્ટિ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS