લોકડાઉનનાં ભયથી સેન્સેક્સમાં 1422 પોઈન્ટનો કડાકો

  • April 12, 2021 09:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાના કેસ તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. ત્યારે તેની અસર શેરબજાર પર પણ પડી રહી છે. આજે સેન્સેક્સ માં મોટો કડાકો નોંધાયો છે. આજે સેન્સેક્સમાં 1422 પોઈન્ટ ના ઘટાડા સાથે 48193.96ના સ્તરે પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી 423.65 પોઈન્ટ ઘટીને 14411.20ના લેવલ ઉપર છે. વેક્સિનેશન માં તેજી અને ઈકોનોમીમાં રિકવરીથી અમેરિકાના બજારમાં ભારે જોશ જોવા મળી રહ્યો છે. શુક્રવારે  અને  500 રેકોર્ડ ઉંચાઈ ઉપર બંધ થયો હતો.

 


આજે સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ભારે કડાકો નોંધાયો છે. આજે સપ્તાહના પહેલા દિવસે શેર બજાર લાલ નિશાન સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો પ્રમુખ ઈંડેક્સ સેન્સેક્સ 813.07 પોઈન્ટ એટલે કે 1.64 ટકાના ઘટાડા સાથે 48778.25ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક્સ એક્સચેંજ નિફ્ટી 245.90 પોઈન્ટ એટલે કે 1.66 ટકાના ઘટાડા સાથે 14589ના સ્તરે ખુલ્યો હતો. આજે 386 શેરોમાં તેજી જોવા મળી છે જ્યારે 1181 શેરોમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે 76 શેરોમાં કોઈ જ ફેરફાર થયો નથી.દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે ઈંફોસિસ સિવાય મોટા ભાગના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. વધારે ઘટાડો થયો હોય તેવા શેરોમાં હિંદુસ્તાન યૂનિલીવર લિમિટેડ, સન ફામર્,િ નેસ્લે ઈંડિયા, ડોક્ટર રેડ્ડી, ટીસીએસ, રિલાયંસ, ટેક મહિંદ્રા, આઈટીસી, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, એચસીએલ ટેક, પાવર ગ્રીડ ઓએનસીજી સામેલ છે. શુક્રવારે સેન્સેક્સ 162.52 પોઈન્ટ એટલે કે 0.33 ટકાના ઘટાડા સાથે 49583.69ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 40.90 પોઈન્ટ એટલે કે 0.27 ટકાના ઘટાડા સાથે 14832.90ના સ્તરે ખુલ્યો હતો.

 


તો શુક્રવારે શેર બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 154.89 પોઈન્ટ એટલે કે 0.31 ટકાના ઘટાડા સાથે 49591.32ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 38.95 પોઈન્ટ એટલે કે 0.26 ટકાના ઘટાડા સાથે 14834.85ના સ્તરે બંધ થયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS