કોરોનામાં ICUમાં વૃધ્ધો કરતા યુવાનોના વધુ મોત: એઈમ્સ

  • June 25, 2021 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એઈમ્સના એક સંશોધનમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ સ્ટડી પ્રમાણે કોરોનાના કારણે એઈમ્સના આઈ.સી.યુ.માં એડમિટ વૃદ્ધોથી વધારે ૫૦ વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓના મોત થયા છે. એઈમ્સના આઈ.સી.યુ.માં ૨૪૭ લોકોના મોત થયા, જેમાં ૪૨.૧ ટકા મૃત્યુ પામનારા લોકોની ઉંમર ૧૮થી ૫૦ વર્ષની વચ્ચે જોવા મળી. આઈ.સી.યુ.માં મરનારા ૯૪.૭૪ ટકામાં એક અને એકથી વધુ કોમોર્બિડિટી જોવા મળી. ફકત ૫ ટકા એવા લોકોના મોત થયા જેમાં કોઈ કોમોર્બિડિટી નહોતી.

 

 

આ કોવિડના પહેલા ફેઝની સ્ટડી છે, જેમાં ૫૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોના મોતનો આંકડો વૃદ્ધોથી વધારે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આનું એક મોટું કારણ એ છે કે ૫૦ વર્ષથી ઓછી ઉંમરના લોકો કોઈને કોઈ કોમોર્બિડિટીનો શિકાર છે, જેના કારણે તેમનામાં બીમારી સીવિયર હોય છે અને મોતનો ખતરો પણ વધારે હોય છે. એઈમ્સમાં આ સ્ટડી ૪ એપ્રિલથી લઈને ૨૪ જુલાઈની વચ્ચે કરવામાં આવી.

 

 

કુલ ૬૫૪ દર્દી આઈ.સી.યુ.માં એડમિટ થયા હતા, જેમાંથી ૨૨૭ એટલે કે ૩૭.૭ ટકાના મોત થયા. સ્ટડીમાં ૬૫ ટકા પુષો હતા, મરનારાઓની એવરેજ ઉંમર ૫૬ વર્ષ હતી, પરંતુ સૌથી ઓછી ૧૮ વર્ષની ઉંમરમાં પણ મોત થયું અને વધારેથી વધારે ૯૭ વર્ષ હતી. આ વિશે એમ્સ ટ્રોમા સેન્ટરના ચીફ ડોકટર રાજેશ મલ્હોત્રાએ કહ્યું કે, સૌથી ચોંકાવનારી વાત એ છે કે ૫૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં મોતનો આંકડો વધારે છે. આ સ્ટડીમાં અમે એ જોયું કે, ૪૨.૧ ટકાની ઉંમર ૫૦ વર્ષથી ઓછી છે, યારે ૫૧થી ૬૫ વર્ષના બાળકોમાં આ ૩૪.૮ ટકા અને ૬૫ વર્ષથી ઉપર ૨૩.૧ ટકા છે. ડોકટર મલ્હોત્રાએ કહ્યું કે, આના ૨ કારણ હોઈ શકે છે. પહેલું કારણ એ છે કે આપણા દેશમાં યુવાઓની સંખ્યા વધારે છે, આ કારણે એડમિટ થનારા વધારે લોકો તે છે. આ કારણે તેમની સંખ્યા પણ વધારે છે.

 


પરંતુ બીજું કારણ અને વધારે ચિંતાની વાત એ છે કે ૫૦ વર્ષથી ઓછી ઉંમરવાળા પણ કોમોર્બિડિટીનો શિકાર છે. સ્ટડીમાં લગભગ ૯૫ ટકા લોકોમાં એક અથવા એકથી વધારે બીમારી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS