નિયમ ભગં બદલ વધુ ૨૨ હોટલ–દુકાન સીલ

  • April 22, 2021 02:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે બપોર સુધીમાં ચેકિંગ દરમ્યાન જે વેપારી માસ્ક પહેયર્િ વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા ચા-પાનની હોટેલો સહીત કુલ 22 વ્યવસાયિક એકમો સાત (7) દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

 

 


આજે જે ચા-પાનની દુકાનો અને હોટલો સીલ કરવામાં આવી છે તેમાં જય તલસાણીયા હોટલ, 150 ફુટ રિંગ રોડ, રાધે ક્રિષ્ના પાન  કોલ્ડ, કોઠારીયા રોડ, નયન પાન, રામાપીર ચોકડી, દેવ દ્વારકાધીસ કોલ્ડ , ગાંધીગ્રામ, બાલાજી ટી સ્ટોલ, ટાગોર રોડ, સરગમ કોલ્ડ, ટાગોર રોડ, કનૈયા પાન એન્ડ કોલ્ડ, જામનગર રોડ, ખોડીયાર ટી હોટલ, જામનગર રોડ, શિવ ફેશન, કોઠારીયા રોડ, રાધે પાન  ટી, જામનગર રોડ, ઓમ કાર્સ, જામનગર રોડ, ફેશન ફૂટવેર, કોઠારીયા રોડ, શ્રી રવેચી ટી સ્ટોલ, કૃષ્ણનગર મેઈન રોડ, ગાત્રાળ ડિલકસ, કૃષ્ણનગર મેઈન રોડ, શક્તિ ટી સ્ટોલ, કૃષ્ણનગર મેઈન રોડ, રાધે ક્રિષ્ના પાન, કોઠારીયા રોડ, જય દ્વરકાધીશ હોટલ એન્ડ પાન, સહકાર મેઈન રોડ, જય વાળીનાથ ડિલક્સ, મોવડી રોડ, કે.કે.કે. ( કુળદેવી કૃપા કોર્નર) પાન    કોલ્ડ, કાલાવડ રોડ, તાજ પાન એન્ડ કોલ્ડ, કોઠારીયા રોડ, શ્રીજી હોટલ, કાલાવડ રોડ, આર્જુ સિલેકસન, નહેરૂનગર 80 ફુટ રોડનો સમાવેશ થાય છે જે સાત દિવસ સુધી સીલ કરવામાં આવેલ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS