એલ્વિશે પીપલ ફોર એનિમલ્સ એન્ડ ન્યૂઝપેપર એસોસિએશન ઓફ ઈન્ડિયાના ૨ કાર્યકર્તાઓને મારી નાખવાની આપી હતી ધમકી
યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી સીઝન ટુના વિજેતા એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધુ વધી ગઈ છે. હવે તેની સામે વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે. ગાઝિયાબાદમાં રેવ પાર્ટીમાં વન્યજીવની દાણચોરી અને સાપના ઝેરની દાણચોરીના આરોપોથી ઘેરાયેલા યુટ્યુબર એલ્વિશ યાદવે હવે પીપલ ફોર એનિમલ્સ એન્ડ ન્યૂઝપેપર એસોસિએશન ઓફ ઈન્ડિયાના સૌરભ ગુપ્તા અને ગૌરવને મારી નાખવાની અને તેમને તેમના ઘરેથી ઉઠાવી જવાની ધમકી આપી છે. આ અંગેની લેખિત ફરિયાદ નંદગ્રામ પોલીસ મથકે આપવામાં આવી હતી. જે બાદ પોલીસે એલ્વિશ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
યુટ્યુબર એલ્વિશ વિરુદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલા છે. સૌથી પહેલા તેની સામે નોઈડા અને ગુરુગ્રામના ફાર્મ હાઉસ અને મોટી ક્લબોમાં કોબ્રા સાપ અને તેનું ઝેર સપ્લાય કરવા બદલ કેસ નોંધવામાં આવ્યા હતા. તાજેતરમાં, એલ્વિશ કેટલાક ગુંડાઓ સાથે મળીને યુટ્યુબર સાગર ઠાકુર ઉર્ફે મેક્સટર્નને માર માર્યો હતો. આ અંગે ગુરુગ્રામના સેક્ટર-53 પોલીસ સ્ટેશને કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. શનિવારે એલ્વિશ યાદવે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો અને મેક્સટર્ન પર થયેલા હુમલા અંગે સ્પષ્ટતા આપી. તેણે કહ્યું કે સાગર ઠાકુરે તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
એલ્વીશ સામેનો પ્રથમ કેસ ગયા વર્ષનો છે. એનજીઓ પીએફએ (મેનકા ગાંધીની સંસ્થા પીપલ્સ ફોર એનિમલ્સ) ના વેલફેર ઓફિસર ગૌરવ ગુપ્તાએ નોઈડા પોલીસમાં એલ્વિશ યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એફઆઈઆરમાં લખવામાં આવ્યું છે કે એલ્વિશ દ્વારા દિલ્હી એનસીઆરના એક ફાર્મ હાઉસમાં જીવતા સાપ સાથે વીડિયો શૂટ કરવામાં આવે છે. રેવ પાર્ટીઓમાં આ સાપ અને તેના ઝેરનો ગેરકાયદેસર ઉપયોગ થાય છે. રેવ પાર્ટીઓમાં વિદેશી યુવતીઓની સંડોવણી પણ સામે આવી હતી. આ પાર્ટીઓમાં સાપનું ઝેર અને અન્ય ડ્રગ્સનું સેવન કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી રાહુલ યાદવની એક ઓડિયો ક્લિપ સામે આવી હતી જેમાં તેણે પીએફએ સભ્યને કહ્યું હતું કે તેણે એલ્વિશની પાર્ટીમાં ડ્રગ્સ પહોંચાડ્યું હતું.
વન વિભાગ દ્વારા સાપને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. 5 કોબ્રાની ઝેરની ગ્રંથીઓ કાઢી નાખવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. બાકીના 4 સાપ ઝેરી નહોતા. પરીક્ષણ બાદ આ સાપોને જંગલમાં છોડી દેવામાં આવ્યા હતા. જો કે આ સમગ્ર મામલામાં એલવીશે પોતાને નિર્દોષ જાહેર કર્યા છે. વીડિયો શેર કરતા તેણે કહ્યું હતું કે મારા વિશે જે પણ કહેવામાં આવી રહ્યું છે તેમાં કોઈ સત્ય નથી. મારા નામને આરોપોથી કલંકિત કરશો નહીં. હું યુપી પોલીસ અને માનનીય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિનંતી કરવા માંગુ છું કે જો આ મામલે મારા પરના 1% આરોપો પણ સાબિત થાય તો હું જવાબદારી લેવા તૈયાર છું. હું દરેકને કહેવા માંગુ છું કે કૃપા કરીને કોઈ પણ પુરાવા વિના મારું નામ બદનામ કરવાનો પ્રયાસ કરશો નહીં. મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. દરમિયાન હવે તેની સામે વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે એલવીશે પીપલ ફોર એનિમલ્સના અધિકારીઓ અને ન્યૂઝપેપર એસોસિએશન ઓફ ઈન્ડિયા સાથે સંકળાયેલા ગૌરવ અને સૌરભ ગુપ્તાને મારી નાખવાની ધમકી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech