દેશના આર્થિક વિકાસ માટે હવે પછીનો માર્ગ વધુ કઠિન: મનમોહનસિંહની ચેતવણી

  • July 24, 2021 09:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના આર્થિક વિકાસ માટે હવે પછીનો માર્ગ ૧૯૯૧ની આર્થિક કટોકટી કરતા વધુ કઠિન છે તેવી ચેતવણી પૂર્વ પીએમ મનમોહનસિંહે ચેતવણી ઉચ્ચારી હતી. તમામ ભારતીયોનાં સાનુકૂળ અને સુવિધાજનક જીવન માટે સરકારે નવેસરથી તેની પ્રાથમિકતાઓ નક્કી કરવી પડશે તેમ તેમણે કહ્યું હતું. દેશમાં ૧૯૯૧માં જ્યારે આર્થિક કટોકટી સર્જાઈ ત્યારે આર્થિક સુધારાઓ તત્કાલીન પીએમ મનમોહનસિંહ દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા. આર્થિક સુધારાની ૩૦મી વરસીએ તેમણે કોરોનાની મહામારીથી થયેલા જંગી આર્થિક નુકસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. લાખો નાગરિકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો તે અંગે અફસોસ અને દિલગીરી વ્યક્ત કર્યા હતા.

 

તેમણે એમ પણ જણાવ્યું કે, આર્થિક સુધારાની પ્રક્રિયા ફક્ત ક્રાઈસિસ મેનેજમેન્ટ પૂરતી જ સીમિત રહી નથી. છેલ્લા ત્રણ દાયકામાં દેશમાં ઘણી આર્થિક પ્રગતિ સાધવામાં આવી છે પણ કોરોનાની મહામારીને કારણે પીછેહઠ ભોગવવી પડી છે. લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે. અલબત્ત હેલ્થ અને શિક્ષણ ક્ષેત્ર આર્થિક વિકાસ સાથે ગતિ કે તાલમેલ જાળવી શક્યા નથી. આ ક્ષેત્રે પ્રગતિ સધાઈ હોત તો લાખો લોકોનાં જીવ બચાવી શકાયા હોત.

 

મનમોહનસિંહે કહ્યું કે ત્રણ દાયકામાં ભારત ૩ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બની ગયું છે. ૩૦ વર્ષ પહેલાં ૧૯૯૧માં તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા આર્થિક સુધારાનો નવો દોર હાથ ધરવામાં આવ્યો હતો તેને નવી સરકારો દ્વારા આગળ ધપાવવામાં આવ્યો હતો. નવી આર્થિક નીતિનો નવો માર્ગ અપનાવવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021