દર્દીઓની સતત સંખ્યા વધતા વધુ એક કોવિડ હોસ્પિટલ કાર્યરત

  • April 15, 2021 11:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચિરંજીવી કોવિડ કેર સેન્ટરને કોવિડ-19 હોસ્પિટલ તરીકે ચલાવવાની અપાઈ મંજૂરી

 


કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેર -જિલ્લામાં અગમચેતીપે કોરોનાના કેસના પ્રમાણમાં બેડ ઉપલબ્ધ બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચિરંજીવી કોવિડ કેર સેન્ટર(હોટેલ ધિ બેસિલ પાર્ક),ભાવનગરને  કોરોનાના બેડ વધારવાની મંજૂરી સંદર્ભે 30 જનરલ બેડ અને એચડીયુના 10 બેડ મળી કુલ 40 બેડની પરવાનગી સાથે કોવિડ-19 હોસ્પિટલ તરીકે ચલાવવાની મંજૂરી સાથે આરોગ્ય વિભાગની જોગવાઈઓ મુજબ સેગમેન્ટ-1 મુજબ કોવિડ કેર હોસ્પિટલ તરીકે ચલાવવાની મંજૂરી આઇસોલેશન અને સારવાર માટે આપવામાં આવી છે.

 


આ સાથે ભાવનગર જિલ્લામાં 16 હોસ્પિટલોને કોવિડ-19 હોસ્પિટલ તરીકે માન્યતા છે. જેમાં જનરલના 214, એચડીયુના 233, આઈસીયુના 49, એનઆઈસીયુના 3 મળી કુલ 499 બેડ કોરોના માટે આરક્ષિત રખાયાં છે. વધુમાં આગામી દિવસોમાં લેપ્રસી હોસ્પિટલને પણ કોરોના હોસ્પિટલ તરીકે તબદિલ કરી દેવાશે. આ સાથે વધુ 150 બેડ ઉપલબ્ધ થશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS