મોરબી: ત્રણ ટેન્કરનો સોદો કરી ૩૬.૯૯ લાખનો ધુંબો મારનાર બે ઈસમો ઝડપાયા

  • April 21, 2023 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી શહેરમાં ડ્રાઈવિંગના વ્યવસાય સાથે જોડાયેલા વેપારી સાથે ત્રણ ટેન્કરનો સોદો કરી ૫૧ હજાર રૂપિયા ટોકન પેટે એડવાન્સ આપીબાદમાં ૩૬.૯૯ લાખની છેતરપીંડી આચરી હોય જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી બે આરોપીને ઝડપી લીધા હતા જે બે આરોપીનારિમાન્ડ પૂર્ણ થતા આજે એકને જેલહવાલે કરવામાં આવ્યો છે તો એક આરોપીના જામીન મંજુર થતા જામીન પર છુટકારો થવા પામ્યો છે
મોરબીના સામાકાંઠે સૂર્યકીર્તિનગર સોસાયટીમાં રહેતા હસમુખભાઈ નાજાભાઈ હુંબલે ગત તા. ૦૫ એપ્રિલના રોજ પોલીસ ફરિયાદનોંધાવી હતી કે તે ૨૦ વર્ષથી ટ્રક ટેન્કરનો ધંધો કરતા હોય અને પોતાના ૦૪ ટેન્કર છે જેના ટેન્કર જામનગર રિલાયન્સ કંપનીમાં ચાલતાહોય અને કચ્છમાં લોડાઈ ખાતે ગુરુદ્વારા આવેલ જ્યાં આવતા જતા હોય જેથી દેવાભાઈ ઉર્ફે બાબુભાઈ સારીગભાઈ પંડક રહે જામનગરવાળાને ઓળખતા હતા અને હસમુખભાઈ હુંબલ પાસે રહેલા ટેન્કર વેચવાના હોય જેથી છએક મહિના પહેલા દેવાભાઈને વાત કરી હતીજેથી દેવાભાઈએ ટેન્કર ગાડીઓ એક ભાઈને લેવાની છે કહીને દેવાભાઈ ઉર્ફે બાબુભાઈ કોઈ ભુરાભાઈ દાનાભાઈ મોરી રહે રાતડીપોરબંદર વાળાને લાવ્યા હતા અને ગાડીઓ જોયા બાદ ટેન્કર ગમે છે જેથી ત્રણેય ગાડીઓ પોતે લેવાની છે તેમ કહીને એક ગાડીના રૂ૧૨.૫૦ લાખ નક્કી કર્યા હતા


જેમાં ૬.૫૧ લાખ રોકડા આપવાનું નક્કી કર્યું હતું અને ત્રણેય ગાડીનો સોદો કરી તા. ૦૧-૧૧-૨૦૨૨ ના રોજ દેવાભાઈ અને ભુરાભાઈમોરી મોરબી આવ્યા હતા અને ૬.૫૧ લાખ એડવાન્સ આપવાના અને બાકીના રૂપિયા લોન થયા બાદ ૪૫ દિવસમાં ચૂકવી આપવાનુંનક્કી કર્યું હતું અને ફરિયાદી હસમુખ અને તેના ભાઈ પ્રદીપભાઈની ૦૩ ગાડીઓ જીજે ૦૩ એઝેડ ૫૭૧૬, જીજે ૦૩ એઝેડ ૭૭૧૬ અનેજીજે ૦૩ એઝેડ ૬૪૯૫ ભુરાભાઈને લેવાની હોય જેથી એક લખાણ કરેલ જે બંને પક્ષોએ નોટરાઈડ કરાવેલ અને ત્રણેય ગાડીઓનોકબજો જામનગર ખાતેથી બારોબાર ભુરાભાઈને સોપી દીધો હતો


ત્યારે તમામ અસલ કાગળો અને ટીટીઓ ફોર્મમાં સહી કરી ભુરાભાઈ અને બાબુભાઈ પર વિશ્વાસ રાખીને સોપી દીધા હતા અને એકમહિના પછી એડવાન્સ આપવાના હતા જે પૈકીના રૂ ૫૧,૦૦૦ ખાતામાં નાખ્યા હતા અને પૈસા માટે ભુરાભાઈને અનેક વખત કહેવા છતાખોટા બહાના બતાવતા હતા જેથી દેવાભાઈને વાત કરતા તેઓ પણ બહાના બનાવતા હતા આમ આરોપી દેવાભાઈ ઉર્ફે બાબુભાઈસારીગભાઈ પંડક રહે જામનગર અને ભુરાભાઈ દાનાભાઈ મોરી રહે રાતડી પોરબંદર વાળાએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને ત્રણ ટેન્કરલીધા જેના બાકી નીકળતા રૂ ૩૬.૯૯ લાખ નહિ આપી ચીટીંગ કર્યાની ફરિયાદ નોંધાવી હતી
​​​​​​​
જે ચીટીંગના બનાવ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ જે બી રાણા અને દશુભા જેઠવાની ટીમ ચલાવી રહી હોય જેમાંચીટીંગના ગુનામાં બંને આરોપી દેવાભાઈ ઉર્ફે બાબુભાઈ સારીંગભાઈ પંડક રહે જામનગર અને ભુરાભાઈ દાનાભાઈ મોરી રહે ગામરાતડી પોરબંદર એમ બંને આરોપીને ઝડપી લીધા હતા અને બંને આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા જે બંને આરોપીના રિમાન્ડ આજે પૂર્ણથતા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા જેમાં આરોપી દેવાભાઈ પંડકના જામીન મંજુર થયા હતા તો આરોપી ભુરાભાઈ મોરીને જેલહવાલેકરવામાં આવ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application