મોરબી નગરપાલિકાનું પુરાંતવાળું ૭૫૧ કરોડનું બજેટ મંજૂર

  • March 31, 2021 10:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી નગરપાલિકામાં ભાજપે તમામ ૫૨ બેઠકો પર કબજો કર્યા બાદ આજે પાલિકાનું બજેટ બોર્ડ યોજાયું હતું જેમાં ૧.૪૦ લાખની પુરાંતવાળું ૫૭૧ કરોડના કદનું બજેટ રજુ કરાયું હતું જે સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું છે.


મોરબી નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને મળેલી અસાધારણ સભામાં પાલિકાનું બજેટ રજુ કરાયું હતું જેમાં ૪૫૮૯ લાખ મહેસુલી આવક, ૧૨૧૦ લાખ મૂડીકૃત આવક, ગ્રાન્ટ આવકો ૬૮,૭૮૫ લાખ, ડીપોઝીટ આવક ૪૮૯ લાખ અને ફેસ્ટીવલ, ફૂડ ગ્રેઇન, લોન રીકવરીની ૧૦૦ લાખની આવક મળીને કુલ ૭૫૧.૨૩ કરોડની આવક અંદાજવામાં આવી છે જયારે જાવકમાં ૬૦૮૬ લાખ મહેસુલી ખર્ચ, ૧૨૨૦ લાખ મૂડીકૃત ખર્ચ, ગ્રાન્ટ ખર્ચ ૬૭૨૭૫ લાખ, ડીપોઝીટ ચુકવણી ખર્ચ ૪૪૦.૧૦ લાખ અને ૧૦૦ કરોડ અન્ય ખર્ચ સહીત ૭૫૧ કરોડ ૨૧ લાખ અને ૬૦ હજારનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે અને ૧.૪૦ લાખની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.

પ્રોજેકટો તાત્કાલિક ચાલુ કરાશે
મોરબી શહેરનો ડીપી પ્લાન તૈયાર કરવા રૂ ૧૦૦ લાખ, નવલખી ઓવરબ્રિજ કુબેરનગર, ફ્લાય ઓવરબ્રીજ નટરાજ ફાટક બનાવવા માટે રૂ ૮૦૦૦ લાખ, શાકમાર્કેટ, પરષોતમ ચોક, દરબારગઢ, સરદારબાગ સામે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવા રૂ ૨૦૦૦ લાખ, ઇલેક્ટ્રિક બસો માટે રૂ ૫૦૦ લાખ, નલ સે જલ યોજના માટે રૂ ૨૦૦૦ લાખ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે રૂ ૫૦૦ લાખ હેરીટેઝ રોડ પર સમાંતરે રોડ બનાવી પાર્કિંગ અને હોકર્સ ઝોન માટે રૂ ૧૦૦૦ લાખ સહિતના કામો પ્રાયોરીટીના ધોરણે કરવાનું વિઝન રજુ કર્યું છે.

કયાં કયાં ખર્ચની જોગવાઇઓ ?
મોરબી પાલિકાના બજેટમાં સરકારમાંથી વિવિધ યોજના જેવી કે વોટર સપ્લાય, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, આવાસ યોજના, તળાવ બ્યુટીફીકેશન માટે રૂ ૬૬,૨૮૫ લાખ તેમજ નગરપાલિકાના જુદા જુદા વિભાગોમાં મરામત, નીભામણી પેટે પબ્લિક સેફટી (ફાયર સ્ટેશન, સીટી બસ) રૂ ૪૮૦ લાખ, રોશની પેટે રૂ ૨૪૦ લાખ, પાણી પુરવઠો અને વોટર સપ્લાય પેટે રૂ ૧૦૩૦ લાખ, રસ્તાની સફાઈ પેટે રૂ ૧૭૮૦ લાખ, બાગ બગીચા પેટે રૂ ૮૦ લાખ, જાહેર બાંધકામ રસ્તા અને સ્ટ્રોમ વોટર પેટે રૂ ૧૩૦૦ લાખ, ભૂગર્ભ ગટર પેટે રૂ ૫૪૦ લાખ ખર્ચ થયો છે.

રેવન્યુ/મહેસુલી ખર્ચ પેટે રૂ.૬૦૮૬.૫૦ લાખ
પાલિકા હદ વિસ્તારમાં નવા રસ્તા બનાવવા રૂ ૩૫૦ લાખ અને જુના રસ્તા સમારકામ પેટે રૂ ૩૫૦ લાખ ઉપરાંત નગરપાલિકા નવી ઓફીસ બાંધકામ પેટે સ્વ ભંડોળ પૈકી રૂ ૨૦૦ લાખ મળી કુલ રૂ ૯૦૦ લાખ થશે. મોરબી નગરપાલિકાની વિવિધ યોજનાઓ જેવી કે અમૃતમ યોજના પૈકી નવા બાગ બગીચા બનાવવા સ્ટ્રોમ વોટર લાઈન નાખવા રૂ ૧૫૦૦ લાખ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ પૈકી રૂ ૨૫૦ લાખ, ગુજરાત અર્બન લાઈવલી હૂડ મિશન ગ્રાન્ટ એસ યુ એમ નંદકુંવરબા ધર્મશાળા રીનોવેશન પ્રોજેક્ટ રૂ ૫૦૦ લાખ અને ઓવરબ્રીજ માટે રૂ ૧૦ હજાર લાખ, જુદા જુદા વિભાગો માટે નવા વાહન ખરીદવા રૂ ૫૧૦ લાખ, નગરપાલિકા હદ વિસ્તારમાં મકરાણીવાસ વાંકાનેર દરવાજા પાસે બાલમંદિરમાંથી કોમ્યુનીટી હોલ બનાવવા રૂ ૫૦ લાખ અને લખધીરવાસ ચોકમાં બાલમંદિર રીનોવેશન માટે રૂ ૧૦ લાખ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS