મોરબી-હળવદ અને જેતપર-મોરબી-અણિયાળી-ઘાટિલાના રસ્તાને ફોરલેન કરાશે

  • March 03, 2021 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોતાના બજેટ પ્રવચનમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી જુદી જુદી યોજનાઓ સંદર્ભે બોલતા નીતિન પટેલે કહ્યું હતું કે, રાજ્યની અંદરના તમામ ગામોને પાકા ડામર રસ્તાથી જોડવાનું કામ રાજ્ય સરકારે ઘણા સમય પહેલાં પુરું કર્યું છે. હવે સાત વર્ષ કે તેથી વધુ સમય સુધી રિ-કાર્પેટ ન થયા હોય તેવા 16857 કિલોમીટરની લંબાઈ ધરાવતા રસ્તાઓને રિ-સર્ફેસીંગ કરવા માટે 4506 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે વર્ષ 1 લાખ કરોડ રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતા અને વિશ્ર્વમાં સિરામિક ઉદ્યોગનું નામ ધરાવતા મોરબી જિલ્લામાં આવતાં મોરબી-હળવદ અને જેતપર-મોરબી-અણિયાળી-ઘાટીલાના 70 કિલોમીટરના લાંબા રસ્તાને ફોરલેન કરવા માટે રાજ્ય સરકારે આ વર્ષે 390 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

 

 

આ ઉપરાંત હાલમાં અમદાવાદ-બગોદરા-રાજકોટ વચ્ચેના 201 કિલોમીટરની લંબાઈના રસ્તાને 2893 કરોડના ખર્ચે સિકસલેન કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. સરખેજથી અમદાવાદ શહેરમાંથી પસાર થતા એસજી હાઈ-વેને સિકસલેન કરવાનું કામ પણ પ્રગતિમાં છે. મહાનગરો, બંદરો, ઔદ્યોગિક વિસ્તાર, પ્રવાસન અને યાત્રાધામોને જોડતા 762 કિલોમીટરના 42 રસ્તાઓને ફોરલેન કરવાની કામગીરી 2466 કરોડના ખર્ચે ચાલી રહી છે.

 


અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી પ્રગતિમાં છે અને આ વર્ષે સરકારે 1500 કરોડ રૂપિયા ફાળવ્યા છે. અમદાવાદ-મહેસાણા ફોરલેન રસ્તાને સિકસલેન કરવા માટે 100 કરોડ પિયાની જોગવાઈ કરવામાં આવીછે. રાજ્ય સરકારે ગાંધીનગરમાં આવેલા ધારાસભ્યોના નિવાસસ્થાનને બદલે નવું સદસ્ય નિવાસ સંકૂલ બનાવવાનો નિર્ણય પણ લીધો છે.

 


ગાંધીનગર-કોબા-હાસોલ રોડ (એરપોર્ટ રોડ) ઉપર રાજસ્થાન સર્કલ પાસે 136 કરોડ રૂપિયાના ખર્ચે એકસ્ટ્રા ડોઝ કેબલ સ્ટેડ બ્રિજ અને રક્ષાશક્તિ સર્કલ ઉપર 50 કરોડના ખર્ચે ફલાયઓવર બનાવવાનું આયોજન કર્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS