મોરબીમાં મિત્રને બધં કવરમાં સ્યુસાઇડ નોટ સોંપીને યુવાને મચ્છુ–૩ ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યેા

  • June 24, 2021 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢયો, પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી

 

મોરબીના રવાપર રોડ પરના રહેવાસી પટેલ યુવાન કોઈને કહ્યા વિના ઘરેથી જતા રહ્યા હોય અને મિત્રોએ શોધખોળ હાથ ધરી હતી દરમિયાન મોરબીના મચ્છુ ૩ ડેમ પાસેથી તેનું સ્કૂટર અને ચપ્પલ મળી આવ્યા હોય જેથી ડેમમાં ફાયર ટીમે શોધખોળ હાથ ધરતા આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો.

 


મોરબીના રવાપર નજીક આઈકોન એપાર્ટમેન્ટના રહેવાસી આશિષ થોભણભાઈ જાકાસણીયા (ઉ.વ.૩૬) નામના યુવાન ગઈકાલે તા. ૨૨ ના રોજ હમણાં બહાર જાઉં છું કહીને ઘરેથી નીકળ્યો હતો અને મોડે સુધી ઘરે પરત ના ફરતા તેના પત્નીએ કૌટુંબિક ભાઈ શૈલેષભાઇ અવચરભાઈ જાકાસણીયાએ શોધખોળ હાથ ધરી હતી અને મિત્ર સર્કલમાં તપાસ કરતા નટુભાઈ બોડા નામના મિત્રે જણાવ્યું હતું કે તેને એક કવર આપ્યું છે જે વીમા વાળા ભાઈને આપવાનું કહ્યું હતું જેથી કવર ખોલતા અંદરથી સુસાઈડ નોટ મળી આવી હતી અને પોતે આપઘાત કરવા જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું જેથી શૈલેષભાઇ જાકાસણીયાએ વહેલી સવારે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી તો શોધખોળ કરતા આશિષભાઈ જાકાસણીયાનું સ્કૂટર જીજે ૩૬ એન ૧૪૮૭ જૂની આરટીઓ કચેરી નજીકથી મળી આવ્યું હોય જેથી તેઓએ ડેમમાં ઝંપલાવ્યું હોવાનું જણાઈ આવતા મોરબી ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી અને ફાયર ટીમે શોધખોળ ચલાવતા મૃતદેહ મળી આવ્યો હતો.

 


પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડો છે અને સુસાઈડ નોટ કબજે લીધી છે જેમાં તેઓ બે વર્ષથી ગોઠણની બીમારીથી પીડાતા હોય અને સારવાર છતાં તેને દુખાવો રહેતો હોય જેથી કંટાળી આપઘાત કર્યાનું જણાવ્યું છે તો મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS