મોરબી જિલ્લામાં મેઘો મહેરબાન,૨૪ કલાકમાં અઢી ઈંચથી વધુ વરસાદ

  • September 09, 2021 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી જીલ્લામાં શ્રાવણ માસમાં મેઘરાજાએ રાહ જોવરાવી હતી જોકે આખરે મેઘરાજાનું આગમન જોવા મળ્યું હતું ભાદરવા માસના પ્રારંભે જ બુધવારે મેઘરાજાની તોફાની ઇનિંગ જોવા મળી હતી અને મોરબી જીલ્લામાં માત્ર અઢી ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો.


મોરબી શહેર અને જીલ્લામાં બપોર બાદ વરસાદની તોફાની ઇનિંગ શરુ થઇ હતી અને વીજળીના કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ શરુ થયો હતો. મોરબી શહેર અને જીલ્લામાં રોડ પાણી પાણી થયા  હતા તો અનેક સ્થળે પાણી ભરવાના દર્શ્યો સર્જાયા હતા તો મોરબીના શનાળા રોડ સહિતના શહેરના તમામ મુખ્ય માર્ગો પાણીથી તરબોળ થયા હતા અને ઠેર ઠેર પાણી ભરાઈ જતા બાઈક જ નહિ કાર પણ પાણીમાં ડૂબી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા તો ટ્રાફિકની સ્થિતિ પણ વણસી હતી જેથી લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.


મોરબી જીલ્લામાં સારા વરસાદને પગલે જીલ્લાના ડેમોમાં નવા નીરની આવક થઇ છે તો ચોમાસાની શરૂઆતમાં જ ઓવરફલો થઇ ગયેલ મચ્છુ ૩ ડેમમાં પણ નવા નીરની આવક થતા ડેમનો ૧ દરવાજો ૧ ફૂટ સુધી ખોલવામાં આવ્યો હતો અને પાણીની આવક જાવક ૯૦૦ એમસીએફટી હોવાની માહિતી ડેમના અધિકારી પાસેથી મળી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS