મોરબીના ઉદ્યોગપતિએ ગરીબ દર્દીઓ માટે મંગાવ્યા આંધ્રપ્રદેશના નાળિયેર અને નાગપુરના સંતરા, વિનામૂલ્યે કરાશે વિતરણ

  • April 30, 2021 06:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક તરફ કોરોના લોકોના જીવનો તરસ્યો બન્યો છે તો બીજી તરફ મોંઘવારી. કોરોનાના આ સમયમાં ડોક્ટર જે ફળના જ્યૂસ પીવાનું કે ફળ ખાવાનું કહે છે તે ફળના ભાવ રાતોરાત બમણા થઈ ચુક્યા છે. તેવામાં ગરીબ લોકો માટે આ ફળ ખાવા શક્ય નથી. આવા લોકો જે સિવિલમાં દાખલ છે તેમના માટે મોરબીના એક સેવાભાવી ઉદ્યોગપતિએ ઉમદા કામ કર્યું છે. સ્થાનિક બજારોમાં નાળિયેર 100 રૂપિયા આસપાસ, સંતરા, લીંબુ સહિતના ખાટા ફળ 200 રૂપિયા જેટલી કિંમતે વેંચાઈ રહ્યા છે ત્યારે આ ઉદ્યોગપતિએ અનોખું કામ કર્યું છે. 

 

 

ફળોના આ ભાવ વધારાના કારણે ગરીબ લોકો તેને ખરીદવાનું વિચારી પણ શકતા નથી ત્યારે આવા પરિવાર માટે મોરબીના ઉદ્યોગપતિ અજય લોરીયાએ 35,000 નાળિયેર, 10 હજાર કિલો ફળ ખરીદ્યા છે. આ ફળનું વિતરણ સિવિલ હોસ્પિટલમાં વિના મૂલ્યે કરવામાં આવશે. 

 

 

મોરબી, વાંકાનેર અને માળીયાની સરકારી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને વિનામૂલ્યે આપવા માટે નાળિયેર આંધ્રપ્રદેશથી અને સંતરા નાગપુર તેમજ રાજકોટથી મંગાવવામાં આવ્યા છે. એક તરફ લોકોની ગરજ જોઈ વેપારીઓ આ ફળોના મનફાવે તેવા ભાવ વસુલી રહ્યા છે તો બીજી તરફ એવા લોકો પણ સામે આવી રહ્યા છે જે લોકોની મદદ કરી રહ્યા છે. 

 

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS