મોરબી: ખોરાકની ગુણવત્તા સુધારવાની પધ્ધતિઓ યુ ટયુબ પર જોઇ શકાશે

  • July 27, 2020 01:40 PM 680 views

રાજ્ય સરકાર દ્વારા કુપોષણ સામે જંગ ચલાવવામાં આવી રહ્યો છે અને દરેક કિશોરી સશક્ત બને તેવું ગુજરાત સરકારનું લક્ષ્ય છે ત્યારે સશક્ત બનવા પોષણક્ષમ આહાર જરૂરી છે સાથે ખોરાકની ગુણવત્તા મહત્વની હોય જેથી તા. ૨૮ ના રોજ બપોરે ૨ થી ૩ કલાકે યુ ટ્યુબ પર લાઈવ કાર્યક્રમ યોજાશે જેમાં ખોરાકની ગુણવત્તા સુધારવા માટેની પદ્ધતિઓ વિષે માર્ગદર્શન આપવામાં આવશે. સરકાર દ્વારા આઈસીડીએસ વિભાગ કાર્યરત છે જેમાં આંગણવાડીમાં આવતી ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી અને ૧૫ થી ૧૮ વર્ષની તમામ કિશોરીઓને દર માસે પોષણ માટે ૪ કિલોગ્રામ પૂર્ણા શક્તિના પેકેટ આપવામાં આવે છે સાથે ખોરાકની ગુણવત્તા અંગે વિશેષ જાણકારી મળી રહે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા તા. ૨૮ ના રોજ બપોરે ૨ થી ૩ દરમિયાન સેટકોમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે જે ટેલીવિઝનમાં વંદે ગુજરાત ચેનલ નં ૦૧ અને યુ ટ્યુબ પર ડબલ્યુસીડી ગુજરાત પર લાઈવ નિહાળી શકાશે જે કાર્યક્રમ મોરબી જીલ્લાની ૧૧ થી ૧૮ વર્ષની તમામ કિશોરીઓ લાભ લે તેમ જીલ્લા પ્રોગ્રામ ઓફિસર અને આઈસીડીએસ શાખા મોરબી દ્વારા જણાવ્યું છે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application