તલગાજરડાથી મોરારીબાપુએ રાજ્યવ્યાપી કેમ્પેઇનનો કર્યો પ્રારંભ

  • May 22, 2020 09:55 AM 221 views

“હું પણ કોરોના વોરીયર્સ” કેમ્પેઈનમાં આજે સેલ્ફી વીથ દાદા-દાદી

મુખ્યમંત્રી દ્વારા તા.૨૧ થી તા.૨૭ મે સુધી રાજ્ય વ્યાપી “હુ પણ કોરોના વોરીયર્સ” કેમ્પેઈનનુ આયોજન હાથ કરવામા આવેલ છે. જેનો હેતુ ઘરના વડીલો, બાળકો અને બિમાર વ્યક્તિઓ ઘરની અંદર જ  રહે તે બાબતે સમજણ આપવી, ધરની બહાર નિકળતી વખતે માસ્કનો ઉપયોગ તેમજ લોકો દ્વારા સોસ્યલ ડિસ્ટન્સીંગનુ અચુક પાલન થાય તેવી લોકજાગૃતિ અંગેની બાબતો આ કેમ્પેઈન દરમ્યાન આવરી લેવામા આવી છે. આ અભિયાન ભાવનગરમાં પણ શરૂ થયું છે અને લોકો કોરોના વોરીયર્સ પોસ્ટ અપલોડ કરવા લાગ્યા છે.“હું પણ કોરોના વોરીયર્સ” કેમ્પેઈનમાં આજે સેલ્ફી વીથ દાદા-દાદીની પોસ્ટ અપલોડ થઈ રહી છે.

 

હું પણ કોરોના વોરીયર્સ કેમ્પેઈન અંતર્ગત  જિલ્લા કલેક્ટર કચેરીના વિડિયો કોન્ફરન્સ રૂમ ખાતે મુખ્યમંત્રી સાથે સંવાદ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિત ભાવનગરના વિવિધ ક્ષેત્રના ૨૨ જેટલા શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.  જિલ્લા કલેક્ટર  ગૌરાંગ મકવાણાએ જણાવ્યુ હતું કે, આ કેમ્પેઇનનો મુખ્ય હેતુ લોકો સોશિયલ ડિસ્ટનસિંગના નિયમોનું પાલન કરે, માસ્ક પહેરે, તેમજ સેનેટાઈઝેશનનો ઉપયોગ કરે તે બાબતે તમામ વર્ગના લોકોનો સહયોગ મેળવવા માટે વિવિધ ક્ષેત્રના આગેવાનો,અગ્રણીઓ આ અભિયાન માં સહયોગી બને તે માટે મુખ્યમંત્રીએ આ સૌ શ્રેષ્ઠીઓ સાથે સંવાદ કર્યો હતો.

 

 આ કેમ્પેઈનનો મોરારીબાપુ દ્વારા  ફેસબુક પરથી લાઈવ થઈ રાજ્યવ્યાપી પ્રારંભ કરાવાયો હતો. જિલ્લા કલેકટરએ ઉમેર્યું હતું કે આગામી ૬ દિવસ સુધી અગ્રણીઓ તથા મહાનુભાવો દ્વારા આ સંદેશ લોકો સુધી પહોંચે તે રીતનું આ કેમ્પેઇન અંતર્ગત  તા.૨૨ મી તારીખે સેલ્ફી વીથ દાદા-દાદી, તા.૨૪ ના રોજ સેલ્ફી વીથ માસ્ક, ૨૬ મી તારીખે તમામ લોકો આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરે અને ઉપરોક્ત તમામ પ્રવૃત્તિના ફોટોગ્રાફ્સ પોતાના ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ વગેરે એકાઉન્ટસના માધ્યમથી શૅર કરી 'હું પણ કોરોના વોરીયર્સ' કેમ્પેઇન નો હિસ્સો બને.હવે આપણે કોરોના સાથે લડવાનું છે અને સાથે સાથે આગળ પણ વધવાનું છે ત્યારે આ કેમ્પેઇન લોક જાગૃતિ માટે મહત્વનું સાબિત થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application