બાપૂના વચનનું છે મહત્વ.. ૫ કરોડના બદલે ભક્તોએ એકત્ર કરી દીધા ૧૬ કરોડ

  • August 01, 2020 04:58 PM 626 views

મોરારીબાપુ દ્વારા તલગાજરડામાં ઓનલાઈન કથા ચલાવવામાં આવી રહી છે. જેમાં તેમણે અયોધ્યા રામ મંદિર માટે દાન આપવાની વાત કરી હતી. મોરારી બાપુએ ભક્તો દ્વારા ૫ કરોડ એકઠા કરી દાન આપવાની વાત કરી હતી પરંતુ તેના બદલે ૧૬ કરોડ જેટલી રકમ જમા થઇ ચુકી છે. જેમાં ભક્તોએ મન મોટું રાખીને દાનની મોટી રકમ ફાળવી છે. 

 

૫ ઓગસ્ટના રોજ રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.  મોરારીબાપુએ કહ્યું હતું કે, શ્રોતાગણ તરફથી તલગાજરડામાં જે રકમ દાનમાં આવશે તે એકઠી થયેલી રકમ અયોધ્યામાં રામ મંદિર નિર્માણમાં આપવામાં આવશે. 

 

વડાપ્રધાન દ્વારા રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે જે અંગેની તૈયારી ખુબ સારી રીતે ચાલી રહી છે. આ તૈયારીઓ કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application