પ્રખર રામાયણી મોરારિબાપુએ સનાતન ધર્મ ઉપર અવારનવાર થતા પ્રહારને લઈને તેમની કથામાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, ’સનાતન ધર્મ ઉપર પ્રહારો ઓછા નથી થઈ રહ્યા. આપણા અવતારો ઉપર, આપણા દેવતાઓ-દેવી માતાઓ ઉપર, આપણા સાધુ સંતો, આપણા ગ્રંથો ઉપર પ્રહારો થઈ રહ્યા છે. ગણતરીપૂર્વક ખૂબ જ આક્રમણ થઈ રહ્યું છે. એવા સમયે વ્યાસ ગાદી લઇને ફરતો હોવાથી અરજ થાય છે સવિનય જાગૃત કરવા માટે કહું છું, બાકી મારે કોઈ લેવા દેવા નથી. જે સાધુ ચરિત પરિવાર જેની સાથે મારે ચાર પેઢીનો સબંધ છે. ગિરધરરામ બાપા, જયસુખરામબાપા, પૂજ્યપાદ વર્તમાન રધુરામબાપા અને ભાઈ ભરત અને છેલ્લે દૈવત આટલી પેઢીનો હું જેનો સાક્ષી રહ્યો છું.
સાધુ ચરિત સંત શિરોમણી જગતવંધ્ય જલારામબાપાને પણ નીચે દેખડવાના પ્રયાસો આજકાલ થઇ રહ્યા છે. આપ કલ્પના તો કરો અમુક લોકોને શું કરવું છે. નિપૂર્ણાનંદજીબાપાનું જે મને બહુ ગમતુ પદ છે, ગાંધીજીને પણ ગમતું એમણે બહુ સરસ પંક્તિ લખી છે. વેશ તો લીધો વૈરાગ્યનો પણ દ્વેશ નો રહી ગયો બહુ દુર. જૈન ધર્મના એક આચાર્ય એક વખત એની બોલબાલા હતી એમણે કહેલું કે વેશના સાધુ થવા કરતા મુક્તિના સાધુ થવું વધારે ઉત્તમ. સૌ જે કોઈ જેને માનતા હોય તેને મહાન ચિત્ર એમાં કોઈ વાંધો ન હોય.
હવે જે અન્નક્ષેત્રનો હું સાક્ષી છું. ૨૦૫ વર્ષ થયા જે ક્ષેત્રને સદાવ્રત સદનુંવ્રત લીધું હોય તેને સદાવ્રતનો ખ્યાલ આવશે. વીરપુરનો પરિવારનો હું સાક્ષી છું, અખંડ રામ ઉપાસના જે પરિવારની છે, જે પરિવારનો અખંડ રામ મંત્ર છે, રામચરિત માનસ અખંડ જે ઘરમાં બીરાજમાન છે અને જલારામબાપા ફતેહપુર અમરેલી પાસે ભોજલરામ બાપાનું અને જલારામબાપાએ ભોજલારામ બાપા પાસે જ આશીર્વાદ માગ્યા હતા. આશીર્વાદ ગુરુ જ આપે એના જ લેવાય. અને કહ્યું કે મારે અન્નક્ષેત્ર ખોલવું છે અને બાપાએ અન્નક્ષેત્ર શરૂ કર્યું.
બીજાની થાળીમાં અન્ન પીરસ્યું એટલું જ નહીં ઠાકોરજીની થાળીમાં વીરબાઈમાને પણ આપી દીધા. આવું કોણ કરી શકે તમે કલ્પના તો કરો. જયસુખરામ બાપા કહે, બાપુ એવો સંકલ્પ થાય છે કે, હવે વીરપુર જલારામબાપાના મંદિરમાં પૈસા ધરે એ બંધ કરવું છે. મેં એટલુ જ કહ્યું કે, બાપુ કોઈ ત્યાગ કરે એ મને બહુ ગમે. આજનો સમય, આવતિકાલ દુનિયામાં મોંઘવારી વધતી જાય ત્યારે બાપા કહે બાપુ જે થાય તે અને જલારામ મંદિર વિરપુરમાં એક પૈસો નથી અર્પણ કરાતો. પેઇડ માણસો રાખવા પડે છે કે કોઇ ભુલથી પૈસો ન ધરે, એકાદ જગ્યા તો બતાવો જ્યાં રૂપિયા ન લેવાતા હોય.
મોરારિબાપુએ કહ્યું હતું કે મેં કહેલુ બાપા અન્નક્ષેત્રનો આરંભ આપે જ્યારે ગુરૂજીની કૃપાથી ભોજલરામબાપાના આદેશથી કર્યો એ પહેલું પગલું હતું. વિરબાઈમાને ભગવાનને સોંપી દીધા એ બીજું પગલુ હતુ. અને એક પૈસો નહી સ્વિકારવો એ વામન વિરપુરનું ત્રીજું પગલુ હતુ. સાપુ ચરિત સંત શિરોમણી જલારામબાપાના પરિવારે પણ ટિપ્પણી મુદ્દે નિવેદન આપ્યું તેમાં પણ સચ્ચાઈ છે. ક્યાંય કટુતા નથી. આવું સાધુના ઘરને શોભે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆગામી તા.૨૬ માર્ચના રોજ મામલતદાર કચેરી જોડીયા ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
March 12, 2025 06:28 PMઊંડ નદી ઉપર ચાલતા પુલના કામકાજ કરતાં કોન્ટ્રાકટરની ઘોર બેદરકારી
March 12, 2025 06:19 PMજામનગરમાં ફિલ્મી હોળી ધમાકા બનશે યાદગાર આયોજન
March 12, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech