પેરિસ સહિત અનેક સ્થળે એક મહિનાનું : લોકડાઉન

  • March 19, 2021 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુનિયાના અનેક દેશોમાં કોરોના સંક્રમણમાં ભારે ઉછાળો આવ્યો છે અને આ બાબતને ધ્યાનમાં રાખી અનેક પ્રભાવિ દેશોએ લોકડાઉનની જાહેરાત કરી છે. ખાસ કરીને ફ્રાન્સની રાજધાની પેરિસ અને અન્ય ક્ષેત્રોમાં એક મહિના માટે આંશીક લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે. લોકડાઉનના આ સમયગાળામાં સ્કૂલ તેમજ આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે.

 


અત્રે ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીમાં પણ ફ્રાન્સના ઉત્તરીય ક્ષેત્રમાં આંશીક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ફ્રાન્સમાં નવેમ્બર-2020 પછી ફરીથી કોરોનાના દર્દીની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. વર્લ્ડ મીટરના આંકડા અનુસાર અત્યાર સુધી ફ્રાન્સમાં 91 હજારથી વધુ લોકો મોતને ભેટયા છે. જ્યારે સંક્રમીતોની સંખ્યા 41 લાખથી વધુ થઈ ગઈ છે.

 


ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 38 હજારથી વધુ નવા દર્દીઓ આવ્યા છે અને 241ના મોત થયા છે. ફ્રાન્સ કોરોના પ્રભાવી દેશોની યાદીમાં છઠ્ઠા સ્થાને છે.
ફ્રાન્સની રાજધાની પેરિસ વાયરસનું નવું સ્વપ બહં ઝડપથી ફેલાઈ રહ્યું છે અને તેને કારણે હોસ્પિટલોના આઈસીયુમાં બેડ પણ ખૂટી પડયા છે. કોરોનાની રસી મર્યિદિત સંખ્યામાં હોવાથી વેક્સિનેશન ઝુંબેશ પણ ધીમી પડી છે.

 


ફ્રાન્સની અત્યારની સ્થિતિ જોતા દર્દીઓને હવાઈ માર્ગે ઓછા પ્રભાવીત હોય તેવા વિસ્તારોમાં મોકલવામાં આવી રહ્યા છે. ફ્રાન્સની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય એજન્સીના પ્રમુખ જેરોમ સોલોમોનના જણાવ્યા અનુસાર જો સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવશે તો હજુ વધુ આકરાં નિયંત્રણો આવશે. પેરિસના અનેક વિસ્તારોમાં સ્થિતિ વધુ બગડી રહી છે. તેમણે સ્વીકાર્યું કે સંક્રમણને અટકાવવા માટે સાંજે 6 વાગ્યા પછી કેટલાક ક્ષેત્રોમાં જે કરફયૂ લાગુ કરવામાં આવ્યો હતો તે અપુરતો હતો. ખાસ કરીને બ્રિટનમાં સામે આવેલા કોરોનાના નવા સ્વપ્ને ધ્યાનમાં રાખતા ફ્રાન્સમાં જે નિયંત્રણો લાદવામાં આવ્યા તે અપુરતા હતા.

 


દેશમાં યુકે, બ્રાઝિલ અને દ.આફ્રિકાનો કોરોના વેરિયન્ટ પ્રસરી રહ્યો છે
ભારતમાં કોરોના વાયરસના નવા કેસોની સંખ્યા વધી રહી છે. આ સાથે જ યુકે, દક્ષિણ આફ્રીકા અને બ્રાઝિલથી આવેલા વેરિયન્ટના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, દેશમાં 18 માર્ચ સુધી બ્રિટન, દક્ષિણ આફ્રીકા અને બ્રાઝિલના વેરિયન્ટના 400 કેસ સામે આવ્યા છે. 4 માર્ચ સુધી આ ત્રણેય વેરિયન્ટની સંખ્યા 242 હતી. આવી રીતે 14 દિવસમાં આ સંખ્યામાં 158નો વધારો થયો છે. યુકેનો સ્ટ્રેન સૌથી પહેલાં ભારતમાં 29 ડિસેમ્બરે નોંધાયો હતો. જ્યારે બ્રિટનથી આવેલા છ મુસાફરોમાં આ સંક્રમણ મળ્યું હતું. યુકે સ્ટ્રેન સામે આવ્યા બાદ સમગ્ર દુનિયામાં અફરાતફરી જોવા મળી હતી. જેના બાદ ભારત સહિત ઘણા દેશોમાં હવાઇ યાત્રા પર પ્રતિબંધની જાહેરાત કરવી પડી હતી. દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે, ત્યાં સંક્રમિત લોકોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 23,179 નવા કેસ સામે આવ્યા, જે આ વર્ષમાં એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમણના કુલ કેસ વધીને 23,70,507 સુધી પહોંચી ગયા છે. ઉપરાંત 84 લોકોનાં મોત નિપજ્યાં છે, જેની સાથે રાજ્યમાં મહામારીને લીધે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 53,080 થઇ ગઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS