ગુજરાતમાં મેહુલિયાના ફરી આગમનથી અન્નદાતાઓમાં ખુશીનો માહોલ, સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદના એંધાણ 

  • September 07, 2021 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર સર્જાતા રાજ્યમાં વરસાદી માહોલ રહેશેતેવી હવામાન વિભાગે આગાહી કરી હતી. જેમાં આઠ અને નવ સપ્ટેમ્બરે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ બંને દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદના એંધાણ છે. તો ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે. બીજી તરફ રાજ્યના વિવિધ જીલ્લઓમાં વરસાદ વરસી રહ્યો છે. પંચમહાલ જિલ્લોસ સુરત, મહીસાગર નવસારી પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો છે.

 

પંચમહાલના મોરવા હડફ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો..ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઇ હતી. ભારે વરસાદથી રોડ રસ્તા પર પાણી વહેતા થયા હતા. સુરતમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ફરી મેઘરાજાની પધરામણી થતા સુરતના અઠવાલાઇન્સ, રાંદેર, અડાજણ, ઉધના તેમજ વરાછા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો.

 

મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો..લાંબા વિરામબાદ જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. સંતરામપુર,કડાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદી વાતાવરણથી મકાઈ,સુંઢીયું સહિત પાકમાં મોટી રાહત મળી હતી. મહીસાગર જિલ્લામાં 1લાખથી પણ ઉપરાંત હેક્ટરમાં વાવેતરમાં રાહત થઇ હતી.

 

નવસારીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો..ભારે વરસાદથી રોડ રસ્તા અને સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા.કાળા ડિબાંગ વાદળો સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો..વરસાદી માહોલથી ડાંગર, શેરડી અને શાકભાજી સહિતના પાકોને રાહત મળી હતી.

 

બીજી તરફ સાબરકાંઠાના પ્રાંતિજમાં પણ વરસાદ વરસ્યો. પ્રાંતિજ તેમજ અમીનપુર અને કમાલપુર સહિતના પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદને કારણે ડાંગર તેમજ મગફળીના પાકને જીવતદાન મળ્યું છે. અંબાજીમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હોવાથી અંબાજીના માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા..ભક્તોની અવરજવર વચ્ચે અચાનક વરસાદ શરૂ થતા શ્રદ્ધાળુંઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો..ઉલ્લેખનીય છે કે, મહામેળો શરૂ થતા પહેલા જ મોટી સંખ્યામાં લોકો અંબાજી તરફ પગપાળા જઈ રહ્યાં છે.

 

અમદાવાદ, ગાંધીનગર સહિત વડોદરામાં ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચમાં પણ અતિ ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, રાજકોટ, ભાવનગર, દ્વારકા, જામનગર સહિતમાં અતિભારે વરસાદ પડશે. જ્યારે ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી સહિત હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS