સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસુ જામ્યું, અડધાથી ૩.૫ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો

  • June 19, 2021 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઝાલાવાડમાં ચોમાસુ વાવેતરનો સમય બરોબર થઇ ગયો છે ત્યારે જિલ્લાની માથે મેઘાએ મંડાણ માંડીને વરસાદ પડવાની શરૂઆત થઇ ગઇ છે. છેલ્લા બે દિવસમાં જિલ્લામાં સાડા ત્રણ ઇચથી લઇને અડધા ઇચ સુધીનો વરસાદ વરસી ગયો છે. જયા સારો વરસાદ પડી ગયો છે ત્યાના ખેડૂતો વાવણીની તૈયારી સાથે લાપસીના આંધણ મુકશે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ચોમાસાનો વિધીવત આરંભ થઇ ચૂકયો છે. આ વર્ષે રોહિણી રેલાઇ હતી જેથી સારો વરસાદ પડવાની ખેડૂતોને આશા છે આવા સમયે સારો વરસાદ થતા ખેડૂતોને હાસકારો થયો છે.

જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ધ્રાંગધ્રા અને પાટડીમાં થયો છે. બાકીના તાલુકાઓમાં ખાસ કરીને ચૂડામાં સૌથી વધુ વરસાદ થયો છે. સાયલા,લીંબડી,વઢવાણ,લખતર,થાન,મૂળીમાં પણ એક ઇચ થી વધુ વરસાદ પડયો છે. ચોમાસનાની સિઝનમાં જિલ્લામાં સૌથી વધુ કપાસના પાકનું વાવેતર કરવામાં આવે છે.આ વર્ષે ૬ લાખથી વધુ હેકટર જમીનમાં વાવેતર થવાનો અંદાજે છે. સમયસર વરસાદનું આગમન થતા હાલતો ખેડૂતોમાં રાજીપો છે. પરંતુ આગામી સમયમાં પણ સારો વરસાદ થાય તેવી ખેડૂતોને આશા છે. એંધાણ અને આગાહી વચ્ચે ખેડૂતો ખેતીમાં જહેમત ઉઠાવે છે ત્યારે આગામી દિવસોમાં સારા વરસાદની સાર્વત્રીક વરસાદની આગાહીના કારણે ખેડૂતો બાકી જમીનમાં વાવણી કરવાની તૈયારી આદરી છે. જેના કારણે ઝાલાવાડની ૬ લાખ હેકટરમાં વાવણી થતા ઝાલાવાડ હરીયાળુ બનશે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS