આજે રિલીઝ થશે મની હાઇસ્ટની પાંચમી સીઝન, જાણો આ સિરીઝની અત્યાર સુધીની વાર્તા 

  • September 03, 2021 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાંબા સમયથી આતુરતાથી રાહ જોવાતી સિરીઝ મની હાઇસ્ટની સીઝન 5 આજે રિલીઝ થવા જઈ રહી છે. ટ્રેલર રિલીઝ થયું ત્યારથી ચાહકોની નજર આ સિરીઝ ક્યારે રજૂ થશે તેના પર ટકેલી છે. મની હાઇસ્ટ સીઝન 5 આજે નેટફ્લિક્સ પર લગભગ 12.30 ની આસપાસ રિલીઝ થશે. મની હાઇસ્ટ આ સમયે બીજી સૌથી લોકપ્રિય સિરીઝ  છે. મની હાઇસ્ટની આ છેલ્લી સીઝન ચાહકોની સામે બે ભાગમાં રજૂ કરવામાં આવશે. આ સિરીઝની તમે આગળની સીઝન ન જોઈ હોય અથવા તમે યાદ ના હોય તો અમે તમને આ સિરીઝની ચાર સીઝનની થોડી ઝલક આપી તમને આ સીઝનથી પરિચિત કરાવીએ.

 

મની હાઇસ્ટ ભાગ 1 

 

આ પ્રખ્યાત સિઝનના પહેલા ભાગમાં, ચાહકોએ માસ્ક પહેરેલા આઠ ચોરો 'રોયલ મિન્ટ ઓફ સ્પેન'માં પોતાને લોક કરી દે. આ સમગ્ર ઘટનામાં તેના માસ્ટર માઈન્ડ પ્રોફેસર પોલીસને ચકમો આપીને પૈસા લૂંટવામાં તેના સાથીઓને મદદ કરે છે. ભાગ 1 ની શરૂઆત "ટોક્યો" નામની સ્ત્રીના કથનથી થાય છે. આ વાર્તાનો હીરો પ્રોફેસર છે. આ સાથે બીજા આઠ ચોર હોય છે, જે પ્રોફેસરના પ્લાન મુજબ ચોરી કરે છે. આ આઠ ચોરને જુદા જુદા શહેરોનાં નામ આપવામાં આવ્યા છે. આ ચોરી દરમિયાન, પ્રોફેસર કેટલાક નિયમો બનાવે છે, જેના હેઠળ આ ચોરી કરવાની હોય છે. જેમ કે લોહીનું એક ટીપું પડ્યા વગર આ ચોરી કરવાની અને ચોરી દરમિયાન તમે કોઈના પ્રેમમાં ના પડી શકો. આ પ્રથમ સિઝન ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. 

 

મની હાઇસ્ટ ભાગ 2 

 

સ્પેનિશ ડ્રામા સિરીઝ મની હાઇસ્ટના ભાગ 2 માં, અંદર ફસાયેલા ચોરો પ્રોફેસરના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જાય છે. કારણ કે આ લૂંટમાં તેમને જે લોકોને બંધી બનાવ્યા હોય તેમનો સામનો કરવો પડ્યો હોય. ટોક્યો વોઇસ-ઓવર દ્વારા પ્રેક્ષકોને આ સમગ્ર ઘટના વિશે માહિતગાર કરે છે. જ્યારે પોલીસ પ્રોફેસરને પકડવા માટે નજીક પહોંચે ત્યારે મિન્ટ ટીમમાં એકતાના અભાવને કારણે અંદરો અંદર વાદ વિવાદ થાય છે. અને એક ચોર પકડાય જાય છે. શોમાં રકેલની કામગીરી પણ પસંદ કરવામાં આવી છે. જ્યારે ચોરીના લગભગ એક વર્ષ પછી, રકેલ તેની નોકરી છોડીને, પ્રોફેસર દ્વારા છોડવામાં આવેલા પોસ્ટકાર્ડના આધારે તેની મુલાકાત લે છે. આ સિરીઝના ત્રીજા ભાગ માટે વાર્તા છોડી દેવામાં આવી હતી.

 

મની હાઇસ્ટ ભાગ 3 

 

મની હાઇસ્ટનો ભાગ 3 ખૂબ જ લોકપ્રિય થયો હતો. આ શ્રેણીમાં અધૂરી વાર્તા આગળ વધે છે અને કેવી રીતે બધા લૂંટારાઓ એકબીજાથી દૂર અલગ અલગ જગ્યાએ તેમના જીવનનો આનંદ માણતા જોવા મળે છે. જો કે, ઇન્ટરપોલ ર્યોને ઇન્ટરસેપ્ટેડ ફોનથી પકડી લે છે અને પ્રોફેસર તેના સાથીને બચાવવાની યોજના ઘડે છે. રિયોને બચાવવા માટે, પ્રોફેસર અને તેમની ટીમ ફરી એક થઈ છે. આ વખતે તેઓ એક ખતરનાક નવી યોજના બનાવે છે. ભાગ 3 માં પ્રોફેસર અને તેના ભાઈ બર્લિનના ઘણા ફ્લેશબેક દ્રશ્યો છે, જ્યાં તેઓ લૂંટની યોજના બનાવતા જોવા મળે છે. 

 

મની હાઇસ્ટ ભાગ 4 

 

હવે વાત કરીએ સિરીઝના છેલ્લા ભાગની. પ્રોફેસરની યોજના મની હાઇસ્ટના ભાગ 4 માં શરૂ થાય છે. જેમાં ઘણા લોકોના જીવ જોખમમાં હોય છે. આ વખતે પ્રોફેસરના ચોરોને બેંક ઓફ સ્પેનની અંદર અને બહાર દુશ્મનોનો સામનો કરવો પડે છે. ભાગ 4 ની શરૂઆતમાં પ્રોફેસર વિચારે છે કે લિસ્બનની હત્યા કરવામાં આવી છે. બીજી બાજુ, ર્યો અને ટોક્યો ગુસ્સામાં આર્મી ટેન્કોને ઉડાવી દે છે અને નૈરોબી પણ આ સિઝનમાં જીવન અને મૃત્યુ વચ્ચે લડતા જોવા મળે છે. પ્રોફેસરની ગેંગ માટે આ સૌથી મુશ્કેલ સમય છે. હવે પ્રેક્ષકોને ભાગ 5 માં ખબર પડશે કે આ હાઇસ્ટ કેવી રીતે પૂર્ણ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021