બોટ આકાઉન્ટ્સ સાથે ડીલ કરવાની મજબૂરી જણાવી શેર કરી પેમેન્ટ મેથર્ડ : 3 મહિના બાદ કરી શકાશે ચુકવણી કર્યા વગર કરી શકાશે પોસ્ટ
ઇલોન મસ્કએ કહ્યું છે કે નવા યુઝર્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે ફી ચૂકવવી પડશે. મસ્ક કહે છે કે યુઝર્સપાસેથી નાની ફી વસૂલવી એ બૉટ્સ સંબંધિત સમસ્યાને ઉકેલવાનો સૌથી સીધો અને સરળ રસ્તો છે. આ પહેલા પણ મસ્કએ પોતાનું વલણ વ્યક્ત કર્યું હતું કે યુઝર્સ પાસેથી ફી વસૂલ્યા વગર બોટ એકાઉન્ટ્સ સંપૂર્ણપણે છૂટકારો મેળવી શકતા નથી.
ઇલોન મસ્ક પોતે પણ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર ખૂબ સક્રિય છે. એક્સ એકાઉન્ટ પરની પોસ્ટના જવાબમાં, તેણે કહ્યું કે નવા એકાઉન્ટ્સમાંથી ફી વસૂલવી એ બૉટને રોકવાનો એકમાત્ર રસ્તો છે. મસ્કએ પોતાનું વલણ વ્યક્ત કર્યું હતું કે હવે પ્લેટફોર્મ પર જોડાનાર તમામ નવા યુઝર્સને કોઈપણ પોસ્ટ કરવા માટે પહેલા ફી ચૂકવવી પડશે. જો કે, આ ફી વધારે નહીં હોય અને તેનો હેતુ માત્ર બૉટને રોકવાનો રહેશે.
જો કોઈ યુઝર્ર ચૂકવણી કરવા નથી માંગતા, તો તેમને વિકલ્પ પણ મળશે. કેપ્ચા જેવા ટૂલ્સનું ઉદાહરણ ટાંકીને, એલોન મસ્કે લખ્યું કે હાલના એઆઈ અને ટ્રોલ ફાર્મ્સ સરળતાથી સિક્યોરીટી સ્ક્રીનને પસાર કરી શકે છે. આનો અર્થ એ છે કે હાલની સિસ્ટમ સાથે બોટ એકાઉન્ટ્સ પકડી અથવા બંધ કરી શકાતા નથી. અન્ય યૂઝરના ટ્વીટનો જવાબ આપતા મસ્કે લખ્યું કે જો નવા એકાઉન્ટના યુઝર પેમેન્ટ કરવા માંગતા નથી, તો તેઓ એકાઉન્ટ બનાવ્યાના ત્રણ મહિના પછી કોઈપણ ફી ચૂકવ્યા વગર પોસ્ટ કરી શકશે.
મસ્કએ આગળ લખ્યું, "બૉટ સાથે ડીલ કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે નવા યુઝર્સને કંઈપણ લખવાની (પોસ્ટ) ઍક્સેસ આપતા પહેલા થોડી ફી વસૂલવામાં આવશે," તેમણે કહ્યું કે આ સિસ્ટમ ફક્ત નવા યુઝર્સ માટે છે અને તેમને 3 મહિના પછી આ વિકલ્પ મફતમાં મળવાનું શરૂ થશે. તે સ્પષ્ટ છે કે જો નવા યુઝર્સ એકાઉન્ટ બનાવતાની સાથે જ કાઈક પોસ્ટ કરવા માંગતા હોય, તો તેઓએ ફી ચૂકવીને સાબિત કરવું પડશે કે તેઓ બોટ નથી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં થઈ રહેલા ફેરફારો વિશે માહિતી આપતા એક એકાઉન્ટે જણાવ્યું કે કંપનીએ આ પ્રયોગ બે દેશોમાં શરૂ કર્યો છે. ન્યુઝીલેન્ડ અને ફિલિપાઈન્સમાં, તેમને હાલ વાર્ષિક 1 ડોલર (લગભગ રૂ. 85) ચૂકવવા માટે કહેવામાં આવે છે. નવા એકાઉન્ટ્સ અન્યને ફોલો શકે છે અને પોસ્ટ્સ પર કોમેન્ટ આપી શકે છે, પરંતુ ફી વગર કોઈપણ પોસ્ટ અથવા જવાબ લખી શકતા નથી. બાદમાં આ ફેરફાર અન્ય દેશોમાં લાગુ થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech