સોમવારથી હોળાષ્ટક બેસી જશે: એક અઠવાડિયા સુધી શુભ કાર્યોને લાગી જશે બ્રેક

  • February 29, 2020 02:10 PM 461 views

સોમવારથી હોળાષ્ટક નો પ્રારંભ થતા આઠ દિવસ માટે શુભ અને માંગલિક કાર્યો ને બ્રેક લાગી જશે. ફાગણ સુદ સાતમને તારીખ ૨ માર્ચ ના સોમવારે ૧૨.૫૩ મિનિટથી હોળાષ્ટક શરૂ થશે. જ્યારે તારીખ ૯ માર્ચના રાત્રે હોલિકા પ્રાગટ્ય નું શુભ મુહૂર્ત છે.હોળાષ્ટક સમયમાં કોઈ જ શુભ કાર્ય કે માંગલિક કાર્ય કરવામાં આવતું નથી અને આ પ્રથા પૂર્વજોના સમયથી ચાલતી આવી છે. હોલિકા પ્રાગટ્ય બાદ બીજા દિવસે સૌરાષ્ટ્રવાસીઓ રંગોના તહેવારને મન મૂકીને માણસે.વર્ષોથી પરંપરા મુજબ શાસ્ત્રો અનુસાર હોળીના એક સપ્તાહ પહેલા હોળાષ્ટક આવે છે અને હોળીના દિવસે રાત્રે હોલિકા દહન બાદ આ હોળાષ્ટક પૂર્ણ થાય છે. હોળીના દિવસે રાત્રે ૧૧ ૧૮ મિનિટે હોળાષ્ટક પૂર્ણ થશે અને તારીખ ૧૦ મિનિટ ધુળેટી ના તહેવારની ઉજવણી થશે.


આ વિશે શાસ્ત્રી રાજદીપ ભાઈ જોશીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર પૂર્ણ થયા બાદ તારીખ ૧૧ અને ૧૨ માર્ચ ના દિવસે બે દિવસ લગ્નના મુહૂર્તો છે ત્યાર બાદ લગ્ન પ્રસંગ માટે એક મહિનો ફરી વિરામ લાગશે કારણ કે આ સમયે મીનારક કમૂરતા હોવાથી મોટાભાગના લોકો આમ દિવસોમાં લગ્ન કે અન્ય પ્રસંગ કરતા નથી. તારીખ ૧૪ માર્ચથી મીનારક કમૂરતા શરૂ થાય છે જે તારીખ ૧૩ એપ્રિલ સુધી ચાલશે આમ એક મહિનો માંગલિક કાર્યો થંભી જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application