મોમોઝની ચટણી અનેક બીમારીનું બની શકે છે કારણ, ખાતા પહેલા રહો સાવધાન

  • March 10, 2021 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફાસ્ટ ફૂડ એવી વસ્તુ છે જે નાનાથી લઈ મોટા લોકોને પણ ભાવતું જ હોય. સાંજનો નાસ્તો હોય કે કસમયે લાગેલી ભુખ ઈચ્છા તો હંમેશા કંઈક ચટાકેદાર ખાવાની જ થાય છે. ફાસ્ટ ફૂડમાં મોટાભાગના લોકોને ચટાકેદાર વસ્તુઓ જ પસંદ આવે છે. કેટલાક લોકો તો પાણીપુરી પણ ખાય તો એક્ટ્રા તીથી કરીને ખાતા હોય છે. 

 

 

જો કે હાલ મોમોઝ લોકોના ફેવરેટ થઈ ગયા છે. તેમાં પણ લોકોને સૌથી વધુ તેની ચટણી ભાવતી હોય છે. આ ચટણી સ્પાઈસી હોવાથી લોકો વધુ પસંદ કરે છે. જો કે જેમને આ ચટણી ભાવતી હોય તેમણે એ જાણી લેવું જોઈએ કે આ ચટણી તમારા સ્વાસ્થ્યને ખરાબ કરી શકે છે. 

 

 

મોમોઝની તીખી ચટણી ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે પરંતુ તેનું વધારે પડતું સેવન કરવાથી પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. કારણ કે તેને બનાવવામાં ભરપૂર પ્રમાણમાં લાલ મરચાંનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. 

 

 

આ ચટણી વધારે ખાવાથી ગેસ અને એસિડીટીની સમસ્યા પણ થઈ શકે છે. તેનું સેવન કરવાથી પાચનક્રિયામાં પણ ગડબડ થઈ શકે છે. આ સિવાય લાલ ચટણી ઘણીવાર ફૂડ પોઈઝનીંગની સમસ્યા પણ કરી શકે છે. તેનાથી પેટમાં દુખાવો અને ઉલટી થવાની તકલીફ પણ થઈ શકે છે. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS