લોર્ડ્સ મેદાનમાં મોહમ્મદ સિરાજે તોડ્યો કપિલ દેવનો 39 વર્ષનો રેકોર્ડ 

  • August 17, 2021 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોહમ્મદ સિરાજ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડના બેટ્સમેનોને રોકવામાં સફળ નીવડી રહ્યો છે. બંને ઇનિંગમાં ચાર વિકેટ લેનાર સિરાજે ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર કપિલ દેવનો 39 વર્ષનો જૂનો રેકોર્ડ તોડ્યો. લોર્ડ્સ ખાતે ભારતીય બોલરોબા શ્રેષ્ઠ પ્રદશનમાં સિરાજ હવે પ્રથમ ક્રમે આવી ગયો છે. કપિલ દેવે 1982માં કુલ 53 ઓવર ફેંકી અને 168 રનમાં આઠ વિકેટ લીધી, સિરાજે આ ટેસ્ટમાં કુલ 40.5 ઓવર ફેંકી 126 રનમાં આઠ વિકેટ લીધી. 

 

સિરાજે પ્રથમ ઇનિંગમાં ડોમ સિબલે, હસીબ હમીદ, જોની બેયરેસ્ટો અને ઓલી રોબિન્સનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો, જ્યારે બીજી ઇનિંગમાં જોસ બટલર, મોઈન અલી, સેમ કરન અને જેમ્સ એન્ડરસનની વિકેટ લીધી હતી. બને ઇનિંગમાં સિરાજ હેટ્રિક મેળવતા મેળવતા ચુકી ગયો હતો. પહેલી ઇનિંગમાં તેણે સિબ્લી અને હસીબને સતત બે બોલમાં આઉટ કર્યા અને પછી બીજી ઇનિંગમાં મોઈન અને સેમને આ રીતે એક સાથે આઉટ કર્યા હતા.

 

લોર્ડ્સ મેદાન પર ભારતીય બોલરોના શ્રેષ્ઠ ટેસ્ટ બોલિંગ આંકડાઓની વાત કરીએ તો, આરપી સિંહ ત્રીજા નંબરે છે, જેમણે 2007માં 117 રન આપીને સાત વિકેટ લીધી હતી. વેંકટેશ પ્રસાદ ચોથા નંબરે છે, જેમણે 1996માં 130 રન આપીને સાત વિકેટ લીધી હતી. પાંચમા નંબરે ઇશાંત શર્મા છે, જેણે 2014માં આ જ મેદાન પર 135 રન આપીને સાત વિકેટ લીધી હતી. ઈશાંત પ્રથમ ઇનિંગમાં એક પણ વિકેટ લઈ શક્યો ન હતો અને બીજી ઇનિંગમાં એક સાથે સાત વિકેટ લીધી હતી.

 

ભારતીય બોલર બિશન સિંહ બેદી લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સૌથી વધુ વિકેટ લેનાર છે. બેદી, કપિલ અને ઇશાંત ત્રણેયની આ મેદાન પર 17-17 વિકેટ છે. ત્યારબાદ અનિલ કુંબલેનો નંબર આવે છે જેમણે આ મેદાન પર 12 વિકેટ લીધી છે. હાલના બોલરોમાં ઈશાંત ટોચ પર છે, જ્યારે મોહમ્મદ શમી અને સિરાજની આઠ વિકેટ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021