મોહાલીના હોકી સ્ટેડિયમનું નામ બલબીર સિંહ સિનિયર રખાશે

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આંતરરાષ્ટ્રીય હોકી સ્ટાર તેમજ મંત્રી નો અંતિમ સંસ્કાર પુરા રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા, જેમાં તેની વિધિ તેના દીકરા કબીર સિંહ નિભાવી હતી. જ્યારે આ પ્રસંગે તેમની પુત્રી ખુશબીર કૌર પણ ઉપસ્થિત રહી હતી. મોહાલી ખાતે તેમના અવસાન બાદ આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડિયમનું નામ બલબીર સિંહ સિનિયરના નામ પર રાખવામાં આવશે.એવો ત્યાંના સત્તાધીશો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

 

મુખ્યમંત્રી કાર્યાલયના પ્રવક્તાએ જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર તરફથી ખેલ મંત્રી રાણા ગુરમિત સિંહ શોધીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ પંજાબ પોલીસ ઓફ ઓનર સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા શ્વાસની બીમારીના કારણે તેમને 8મે ના રોજ મોહાલીની ફોરટીઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 

તેમના અંતિમ સંસ્કાર વખતે પીજીઆઈના ડાયરેક્ટર જગત રામ સહિત યુ.ટી.ખેલ વિભાગના સચિવ કે.કે.યાદવ, ખેલ ડાયરેક્ટર તેજદીપસિંહ સોની સિવાય ભારતીય તેમજ એસોસિએશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS