ટ્વિટર પર મોદી 6.47 કરોડ ફોલોઅર્સ સાથે મોખરે

  • January 11, 2021 10:48 AM 494 views

માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર પર હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા સક્રિય રાજનેતા છે. અમેરિકાના પ્રમુખપદેથી વિદાઈ લઈ રહેલા ડોનલ્ડ ટ્રમ્પ તરફી ઝનૂની લોકોએ 6 જાન્યુઆરીએ અમેરિકાની સંસદમાં ધમાલ મચાવી એને પગલે ટ્વિટરે ટ્રમ્પ્નું અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેતાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનારા રાજકારણીઓમાં મોદી મોખરે થઈ ગયા છે.અકાઉન્ટના સસ્પેન્શન પહેલાં ટ્વિટર પર ટ્રમ્પ્ના 8.87 કરોડ ફોલોઅર્સ હતા. મોદીના અત્યારે 6.47 કરોડ ફોલોઅર્સ છે.સક્રિય રાજકારણીઓ સહિત વિશ્ર્વભરના તમામ રાજનેતાઓની વાત કરીએ તો અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા 12.79 કરોડ ફોલોઅર્સ સાથે હજી પણ અવ્વલ છે. અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાઇડનના 2.33 કરોડ ફોલોઅર્સ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application