કોરોના અંગે ચર્ચા કરવા મોદીએ આજે બોલાવી સર્વપક્ષીય બેઠક

  • December 04, 2020 11:26 AM 199 views

કેન્દ્ર સરકાર મહામારી સામે લડવા માટે ઉઠાવવામાં આવેલ વિવિધ પગલાં વિશે જણાવશે અને વેક્સીન અપડેટ અને વિતરણ વિશે માહિતી આપશે

દેશમાં વધતા કોરોનાના સંક્રમણની ચચર્િ માટે આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં સર્વદળીય બેઠક યોજાશે. સૂત્રો મુજબ બેઠકમાં કોરોનાને રોકવા માટે તૈયાર કરવામાં આવી રહેલી વેક્સીનની માહિતી આપવામાં આવશે. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહેશે.


આ સિવાય બેઠકમા ભાજપ્ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, ટીએમસીના સુદીપ બંદોપાધ્યાય ઉપસ્થિત રહેશે. બીજેડીના પીનાકી મિશ્રા, સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવ, એનસીપીથી શરદ પવાર, ટીઆરએસથી નાગેશ્વર રાવ, વાયએસઆર કોંગ્રેસના મિધુન રેડ્ડી, ડીએમકેના ટીઆર બાલુ અને શિવસેનાથી વિનાયક રાઉત બેઠકમાં ઉપસ્થિત રહેશે.


આ સર્વપક્ષીય બેઠકમાં આજે પીએમ મોદી દેશના નેતાઓ સાથે કોરોના વેક્સીન કે પછી લોકડાઉન લગાવવામાં આવે કે નહિ, તેના પર ચચર્િ કરશે. જોકે મોદી સરકાર પહેલા જ પણ સ્પષ્ટતા કરી ચૂકી છે કે દેશમાંલોકડાઉન નહી લદાય. મોદી સરકારે રાજ્યોને પણ લોકડાઉન લાદતા પહેલાં કેન્દ્ર સરકારની મંજૂરી લેવી ફરજિયાત કરી છે એ જોતાં લોકડાઉન લદાવાની કોઈ શક્યાત દેખાતી નથી પણ સોશિયલ મીડિયા પર આ અહેવાલો જોરશોરથી ફરી રહ્યા છે.


અસલમાં દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં ફરીથી કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે. બેઠકમાં સરકાર દ્વારા નજીકના ભવિષ્યમાં કોરોના વેક્સીન વિતરણની યોજનાઓ પર પણ ચચર્િ થઈ શકે છે. રિપોર્ટ મુજબ બેઠક શુક્રવારે સવારે 10.30 વાગે થશે.


કેન્દ્ર સરકાર સાંસદોને મહામારી સામે લડવા માટે ઉઠાવવામાં આવેલ વિવિધ પગલાં વિશે જણાવશે અને વેક્સીન અપડેટ અને વિતરણ વિશે માહિતી આપશે. પીએમ મોદી દ્વારા મહામારીના પ્રકોપ બાદથી કોવિડ 19 સ્થિતિ પર ચચર્િ માટે બોલાવવામાં આવેલી આ બીજી સર્વપક્ષીય બેઠક હશે. આ પહેલા લોકડાઉન દરમિયાન 20 એપ્રિલે પહેલી બેઠક આયોજિત કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application