ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સથી રોજગારમાં વધારો અને શિક્ષણ અને રમતગમતના માળખામાં સુધારો કરશે મુકેશ અંબાણી
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આજે શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મોટી જાહેરાત કરી છે. તેમના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં રિલાયન્સનું રોકાણ આગામી ૧૦ વર્ષ સુધી ચાલુ રહેશે અને ૨૦૩૦ સુધીમાં ગુજરાતના કુલ ગ્રીન એનર્જી વપરાશમાંથી અડધોઅડધ ઉત્પાદન તેમની કંપની કરશે.
રિલાયન્સના ચેરમેને જણાવ્યું હતું કે ગુજરાત ગ્રીન ડેવલપમેન્ટમાં વૈશ્વિક લીડર તરીકે ઉભરી આવે તે માટે રિલાયન્સે જામનગરમાં ૫૦૦૦ એકરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સનું બાંધકામ શરૂ કર્યું છે. અંબાણીના મતે આનાથી મોટી સંખ્યામાં ગ્રીન જોબ્સનું સર્જન થશે. આ સાથે ગ્રીન પ્રોડક્ટ્સ અને અન્ય સામગ્રીનું ઉત્પાદન શક્ય બનશે, જેનાથી ગુજરાત ગ્રીન પ્રોડક્ટ્સમાં અગ્રણી નિકાસકાર બનશે.
મુકેશ અંબાણીએ વધુમાં કહ્યું કે મને ગુજરાતી હોવાનો ગર્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી ભારતના સૌથી સફળ વડાપ્રધાન છે, 'મોદી હૈ તો મુમકીન હૈ’, જ્યારે પીએમ મોદી બોલે છે ત્યારે દુનિયા માત્ર તેમને સાંભળતી નથી પરંતુ તેમની પ્રશંસા પણ કરે છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી અશક્યને શક્ય બનાવી રહ્યા છે.
ગુજરાતને પોતાની માતૃભૂમિ અને કાર્યસ્થળ ગણાવતા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧૦ વર્ષમાં રિલાયન્સે દેશમાં લગભગ ૧૨ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને આમાંથી એક તૃતીયાંશ કરતાં વધુ રોકાણ એકલા ગુજરાતમાં જ થયું છે. તેમણે વચન આપ્યું હતું કે રિલાયન્સ ૭ કરોડ ગુજરાતીઓના સપનાને સાકાર કરવામાં કોઈ કસર છોડશે નહીં.
મુકેશ અંબાણીના ૫ કમીટમેન્ટસ
૧- રિલાયન્સ ગુજરાતમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે. ગુજરાતને ૨૦૩૦ સુધીમાં તેની અડધી ગ્રીન એનર્જીની જરૂરિયાતો હાંસલ કરવામાં મદદ કરશે.
૨- રિલાયન્સ જિયોએ વિશ્વમાં સૌથી ઝડપી ફાઈવ જી રોલઆઉટ પૂર્ણ કર્યું છે. ફાઈવ જી થી એઆઇ ક્રાંતિ ગુજરાતમાં નોકરીઓનું સર્જન કરશે.
૩- રિલાયન્સ રિટેલ ગુજરાતમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનો લાવશે અને ખેડૂતોને ટેકો આપશે.
૪- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં સર્ક્યુલર ઈકોનોમી માટે ભારતનો પ્રથમ કાર્બન ફાઈબર પ્લાન્ટ સ્થાપશે
૫- રિલાયન્સ અને રિલાયન્સ ફાઉન્ડેશન ઓલિમ્પિક માટે શિક્ષણ અને રમતગમતના માળખામાં સુધારો કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech