લાલબંગલા PGVCL કચેરી ખાતે ઉર્જા સરક્ષણ સપ્તાહ અંતર્ગત મોકડ્રીલ યોજાઈ

  • December 11, 2023 03:36 PM 

જામનગર...

ઉર્જા સંરક્ષણ સપ્તાહ હેઠળ આજરોજ તારીખ 11 12 2023 ના રોજ જામનગર શહેર એક વિભાગીય કચેરી હેઠળ આવતા પેટા વિભાગીય કચેરીઓના ટેકનિકલ સ્ટાફ તથા અધિકારીઓ સાથે મળી લાલ બંગલો 66 કેવી સબ સ્ટેશન ખાતે ફિલ્ડ પરની કામગીરી અંતર્ગત મોક ડ્રિલ નું આયોજન કરવામાં આવેલ હતું. તથા આ કાર્યક્રમ અંતર્ગત કાર્યપાલક ઈજનેર શ્રી એન એફ દોશી તથા સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ ના નાયબ ઈજનેર શ્રી અજય પરમાર તથા નાયબ ઇજનેર નીરવ શાહ તથા જુનિયર ઇજનેર  ઓ  ઉપસ્થિત રહેલા, અને અધિકારીઓ દ્વારા ટેકનિકલ કર્મચારીઓને સલામતી અંગેના માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવેલ અને અકસ્માત નિવારણ અંગેની ચર્ચાઓ કરવામાં આવેલ. તથા ઉર્જા સંરક્ષણ સપ્તાહ હેઠળ જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઉર્જા બચાવો તથા વીજ સલામતી અંગેના મોટા બેનર્સ પણ પ્રદર્શિત કરવામાં આવેલ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application