મહિલા તલાટી પરના હુમલાખોરોની પાસામાં ધરપકડ ન થાય તો મનરેગાની કામગીરીના બહિષ્કારની ચેતવણી

  • March 16, 2021 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિસાવદરના નાની મોણપરી ગામે બનેલી ઘટના સંદર્ભે ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળ દ્વારા સરકારમાં રજૂઆત

 


વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામે મહિલા તલાટી ઉર્વીબેન ઠાકર પર ગોરધન મંગા, રાજેશ ગોરધન અને તેની પત્નીએ ગ્રામ પંચાયતની કચેરીમાં આવીને હુમલો કરતાં આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આ ત્રણેય સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પરંતુ હવે જો તેમની પાસા હેઠળ અટકાયત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રાજ્યભરના તલાટી-મંત્રીઓ મનરેગા યોજનાની તમામ કામગીરીનો બહિષ્કાર કરશે તેવી ચેતવણી આપવામાં આવી છે.

 


ગુજરાત રાજ્ય તલાટીમંત્રી મહામંડળના પ્રમુખ પંકજભાઈ મોદી અને મહામંત્રી સહદેવસિંહ ચુડાસમાએ ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે, જ્યારે આ ઘટના બની ત્યારે ગામના સરપંચ અને અન્ય લોકો હાજર હતા. હમલાખોરોએ મનરેગા મસ્ટરમાં તાત્કાલીક હી કરવાનું દબાણ કરતાં મહિલા મંત્રીએ સ્થળ પર કામની ચકાસણી કરી સહી કરવામાં આવશે તેમ જણાવતા આ ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા અને હમલો કર્યો હતો, જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને હવે જો ગામમાં નોકરી કરવા આવીશ તો મારી નાખીશ તેમ પણ જણાવ્યું છે. જ્યારે આ ઘટના બની ત્યારે ગામના સરપંચ હંસાબેન વઘાસિયા અને અન્ય એક વ્યક્તિ હાજર હતા તેમણે દરમિયાનગીરી કરી તલાટીને બચાવી લીધા હતા.

 


આ સમગ્ર ઘટના અંગે મહિલા તલાટીએ વિસાવદર તાલુકા વિકાસ અધિકારીને ફોન દ્વારા જાણ કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આ મહિલા તલાટીના જીવનું જોખમ હોવાથી તે નોકરી પર જઈ શકતા નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS